National

સપા-કોંગ્રેસ ગઠબંધનઃ કોંગ્રેસ વારાણસી સહિત 17 સીટો પર ચૂંટણી લડશે, અખિલેશ યાદવ ન્યાય યાત્રામાં જોડાશે

નવી દિલ્હી: યુપીમાં લોકસભા (Lok Sabha) ચૂંટણી (Election) માટે સપા (Samajwadi Party) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ (Congress) 17 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બાકીની 63 બેઠકો પર દઠબંધનના અન્ય તમામ સહયોગીઓને જગ્યા આપવામાં આવશે.

લખનૌમાં આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના યુપી પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે આપણે સાથે મળીને લોકશાહી બચાવવાની લડાઈ લડીશું. કોંગ્રેસ સમગ્ર દેશને જોડવાનો સતત પ્રયાસ કરી રહી છે. આ અવસરે તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમના પ્રયાસોને કારણે જ આ ગઠબંધન સાકાર થયું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની અનુકૂળતા મુજબ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે.

લોકસભાની ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના INDIA એલાયન્સનું મુળ એક પછી એક વિખૂટું પડતું જોવા મળી રહ્યું છે. જો કે બીજી તરફ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના સમર્થનને કારણે કોંગ્રેસની આશાઓને થોડો વેગ મળ્યો છે.

અખિલેશે પોતે કહ્યું છે કે ગઠબંધન થશે – ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે બુધવારે સાંજે લોકસભા ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે. આ સાથે જ બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત થાય તેવી શક્યતા છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે કોંગ્રેસ અને સપા વચ્ચે સીટ વહેંચણીને લઈને કોઈ વિવાદ નથી. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને અંતિમ રૂપ આપ્યા બાદ કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાય આજે સાંજે લખનૌમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અખિલેશ યાદવ સાથે સીટ વહેંચણીના મુદ્દે વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ હતી.

આ બેઠકો પર સમાધાન શક્ય છે
સૂત્રોના જણાવ્યા મુજબ સપા-કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 16થી 18 લોકસભા બેઠકો મળી શકે છે. 1 થી 2 બેઠકો પર વાતચીત ચાલી રહી છે જેના પર આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ અમરોહા, બિજનૌર, સહારનપુર, ઝાંસી જેવી સીટો કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. દરમિયાન બુલંદશહર અને મથુરા એસપીના ખાતામાં જઈ શકે છે. કોંગ્રેસ પાર્ટી યુપીની શ્રાવસ્તી સીટની પણ માંગ કરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે પાર્ટી પાસે શ્રાવસ્તીથી મજબૂત ઉમેદવાર ઉપલબ્ધ છે.

સપાએ 31 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
જણાવી દઈએ કે અખિલેશ યાદવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને તમામ પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટીએ મંગળવારે ઉત્તર પ્રદેશમાં વધુ પાંચ લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. સમાજવાદી પાર્ટીએ અત્યાર સુધી યુપીમાં 31 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

Most Popular

To Top