Vadodara

વડોદરામાં વનવિભાગે જૈન સમાજની શોભાયાત્રામાંથી હાથીને કબ્જે કર્યો

*જૈન સમાજ દ્વારા યોજવામાં આવેલી શોભાયાત્રામાં પરવાનગી વિના હાથીને સામેલ કરાતા વનવિભાગ દ્વારા કાર્યવાહી

વડોદરા શહેરમાં એક માસ અગાઉ સર્જાયેલા હરણી દુર્ઘટના નો તંત્રએ બોધપાઠ નથી લીધો જેનો વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે બુધવારે જૈન સમાજ દ્વારા શહેરમાં વગર પરવાગીએ હાથીને શોભા યાત્રામાં લાવવામાં આવ્યો હતો, જે અંગેની જાણ વનવિભાગના અધિકારીઓને થતા શોભાયાત્રામાં પહોંચ્યા હતાં. હાથીના માલિક પાસે શોભાયાત્રામાં હાથીની પરમિશન માંગવામાં આવી ત્યારે હાથીના માલિક દ્વારા ફોરેસ્ટ વિભાગને પરમિશન બતાવવામાં આવી ન હતી. જો આ શોભાયાત્રામાં લાવવામાં આવેલો હાથી ગાંડો થાય અથવા માનસિક સંતુલન ખોઈ બેસે અને શોભાયાત્રામાં લોકો પર કે રસ્તામાં આજુબાજુ રહેલા લોકોને નુકશાન પહોંચાડે તો તેના માટે જવાબદાર કોણ? નિયમ પ્રમાણે શોભાયાત્રામાં હાથી સાથે મહાવત તથા બે ડોક્ટર ફરજિયાત હોવા જોઈએ પરંતુ ડોક્ટરો પણ હાજર ન હતા. આથી ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ હાથી ની ઉંમર આશરે ૬૦ વર્ષ ની છે અને હાથી નું નામ કૃપા પ હતું. હાથીને તેના માલિક સાથે નવાપુરા પોલીસ સ્ટેશને લાવી વનવિભાગ તથા નવાપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આ કાર્યવાહી ન કરવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધારાસભ્ય અને નેતાઓના પણ ફોન આવ્યા પરંતુ વનવિભાગના અધિકારીઓ ટસના મસ થયા ન હતા અને સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશન માં જાણ કરવામાં આવી હતી. સાથે હાથીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ હાથી મુક્ત થાય અને પોતે મુક્ત જીવન જીવી શકે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી

Most Popular

To Top