National

‘મગર બાબા’ તરીકે પ્રખ્યાત 75 વર્ષીય શાકાહારી મગરનું રહસ્ય આખરે અકબંધ રહી ગયું

કેરલ : દક્ષિણમાં (South) અનેક મંદિરો છે જે તેના રહસ્યો માટે દુનિયા ભરમાં આ વિષય સંશોધનનો બની ગયો છે.આમ ન આપણા દેશના મંદિરો અને તીર્થોમાં એવા ઘણા રહસ્યો છે, જેનું રહસ્ય આજદિન સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ રહસ્યો ભક્તોને પણ આશ્ચર્યચકિત કરે છે અને તેમને અચરજ લાગે છે. કેરળના (Kerala) કાસારગોડમાં અનંતપુર નામનું એક મંદિર (Temple) છે, જે ઘણા વર્ષોથી મગર (Crocodile) દ્વારા રક્ષિત હતુ. મગરનું નામ બાબિયા (Babiya) છે અને તે મંદિરના પૂજારી તરીકે ઓળખાય છે. કેરળના અનંતપુરમ અનંતપદ્મનાભ સ્વામી મંદિરના મગર ‘બાબિયા’નું રવિવારે મૃત્યુ થયું હતું.

75 વર્ષીય બાબિયા મંદિરની મુલાકાતે આવેલા ભક્તો માટે એક રહસ્ય
ઉલ્લેખનીય છે કે 75 વર્ષીય બાબિયા મંદિરની મુલાકાતે આવેલા ભક્તો માટે એક રહસ્ય હતું. બાબિયા છેલ્લા બે દિવસથી ગુમ હતો. આમગર સંપૂર્ણપણે શાકાહારી હતો અને મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલ ચોખાનો પ્રસાદ જ ખાતો હતો. એવું માનવામાં આવે છે કે, બાબિયાએ ક્યારેય તળાવમાં માછલી ખાધી નથી. ભક્તો હંમેશા આ મગરની ઝલક મેળવી શકતા નથી. તેના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે. બાબિયા તળાવમાં આવેલા તેના વિસ્તારમાંથી પ્રસંગોપાત મંદિરની મુલાકાતે આવતા. બાબિયાનો મંદિરમાં દર્શન કરાવતો વીડિયો થોડા વર્ષો પહેલા વાયરલ થયો હતો.

અગાઉ પણ મગરના મોતની અફવા ઉઠી હતી

આ માત્ર એક અફવા છે અને બાબિયા જીવિત છે બ્રિટિશ કાળ દરમિયાન, શાસકો ત્યાં તળાવમાં રહેલા મગરને ગોળી મારીને મારી નાખતા હતા. થોડા મહિનાઓ પછી, બાબિયા તળાવમાં આવ્યો અને બાબિયા ક્યાંથી આવ્યો તે હજી કોઈને ખબર નથી. એવું માનવામાં આવે છે કે તે પોતે જ તળાવમાં દેખાયો હતો. આ મગર નિર્દોષ હતો. અગાઉ 2019 માં, બાબિયાના મૃત્યુની અફવા હતી. પરંતુ મંદિરના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર એક અફવા છે અને બાબિયા જીવિત હતો.

ભગવાન વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ હતું
આ અદ્ભુત અને ખૂબ જ સુંદર મંદિર કેરળના કાસરગોડ જિલ્લાના અનંતપુર ગામમાં છે. આ મંદિરને અનંત પદ્મનાભસ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તસવીર દ્વારા તમે જોઈ શકો છો કે આ મંદિર એક તળાવની વચ્ચે બનેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર, કેરળમાં આ એકમાત્ર તળાવ મંદિર છે જ્યાં અનંત પદ્મનાભ ભગવાન વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ હતું. આ તળાવ લગભગ 302 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે ગાઢ લીલા વૃક્ષોથી ઘેરાયેલું છે. આ તળાવની નજીક એક ગુફા સ્થળ જોવાલાયક છે, સ્થાનિક દંતકથાઓ અનુસાર, આ ગુફા માર્ગને ભગવાન વિષ્ણુએ તિરુવનંતપુરમ જવા માટે પસંદ કર્યો હતો જ્યાં બબિયા નામનો આ મગરમચ્છ છેલ્લા 75 વર્ષથી નજીકના તળાવમાં જ નિવાસ કરતો હતો.જે હવે જીવિત નથી રહ્યો.

Most Popular

To Top