National

સૌરવ ગાંગુલીને કોરોના, કોલકત્તાની હોસ્પિટલમાં મોડી રાત્રે એડમિટ કરાયા

BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છે. ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. સોમવારે મોડી રાત્રે ગાંગુલીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલીએ વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સૌરવ ગાંગુલીને કોરોના થયા બાદ કોલકત્તા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ સાથે જ ક્રિકેટ જગત પણ ચિંતા મુકાયું છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન ગાંગુલી જે કોઈના સંપર્કમાં આવ્યા હતા તેઓને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
આ અગાઉ જાન્યુઆરી 2021 સૌરવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે પણ તેમને હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવી પડી હતી. ત્યારે ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
છેલ્લાં 24 કલાકમાં 135 કેસ
દેશમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. વીતેલા 24 કલાકમાં 135 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 670 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 167 કેસ થયા છે.

Most Popular

To Top