Trending

100 વર્ષ બાદ વિશેષ પરિસ્થિતીઓના કારણે પોતાના 3 રુપમાં જોવા મળશે હાઇબ્રિડ સૂર્યગ્રહણ

વર્ષ 2023નું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ, 2023 ગુરૂવારના રોજ આ વિશ્વમાં થઈ રહ્યુ છે જો કે આ ગ્રહણ ભારતમાં (India) દેખાશે નહીં. આ દિવસે ચૈત્ર અમાસ અને શનિ જયંતિ પણ છે, માટે આ દિવસ ખુબ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ વખતે હાઈબ્રિડ સૂર્યગ્રહણ (hybrid solar eclipse) થઈ રહ્યુ છે. આ વખતે વલયાકાર ગ્રહણ અને સૂર્યગ્રહણ બંનેનુ સંયોજન જોવા મળશે. ભારતીય સમય અનુસાર 20 એપ્રિલે આ સૂર્યગ્રહણ સવારે 7.04થી બપોરે 12.29 સુધી રહેશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 25 મિનિટનો રહેશે. જાણકારી મુજબ આ સૂર્ય ગ્રહણ 100 વર્ષ બાદ વિશેષ પરિસ્થિતીઓના કારણે પોતાના 3 રુપમાં જોવા મળશે. એક વાર આંશિક, બીજી વખત પૂર્ણ અને ત્રીજી વખત કુંડલાકાર સૂર્યગ્રહણ જોવા મળશે. જેનાથી હાઇબ્રિડ સૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે.

સૂર્યગ્રહણ એટલે શું?
વૈજ્ઞાનિક દ્રષ્ટિ અનુસાર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે, જેનાથી સૂર્ય પૂર્ણ કે આંશિકરીતે છુપાઈ જાય છે. સૂર્યનો પ્રકાર પૃથ્વી સુધી સીધો પહોંચતો નથી, આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પિતૃદોષ અથવા કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ અમાસ પર પિતૃદોષ અથવા કાલસર્પ દોષ હોય તેવા પિતૃદોષનું શ્રાદ્ધ, પિંડ દાન અને તર્પણ કરવાથી તે દૂર થાય છે. વર્ષનું પ્રથમ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. જેના કારણે ભારતમાં સૂતકકાળ માન્ય રહેશે નહીં. જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણનો કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ પડશે. ગ્રહણ બાદ આ રાશિના જાતકોની મુશ્કેલી ઘટી શકે છે.

વૃષભ રાશિની વાત કરીએ તો જાણકારી મુજબ આ રાશિના જાતિના લોકો માટે સૂર્ય ગ્રહણનો પ્રભાવ શુભ રહેવાનો છે. ગ્રહણના પ્રભાવથી ધન લાભ, નોકરી કરનાર જાતકોને પ્રમોશનની સાથે આવકમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ જે જાતકો નોકરી શોધી રહ્યાં છે તેને શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિની વાત કરીએ તો જાણકારી મુજબ આ રાશિના જાતકોને સૂર્યગ્રહણના પ્રભાવથી ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ સાથે આત્મવિશ્વાસમાં વઘારો થઈ શકે છે. કોઈકને આપેલા નાણાં પરત મળે તેવી પણ આશા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. તેમજ લગ્ન ગ્રંથિથી જોડાયેલા લોકોની વાત કરીએ તો તેઓનું લગ્ન જીવન સુખદ રહેશે.

મિથુન રાશિના જાતકો પર સૂર્યગ્રહણનો સારો પ્રભાવ પડે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. આ રાશિના લોકોને તેઓના અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સારા સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારને સફળતા મળી શકે છે.

ધન રાશિના જાતકો પર સૂર્યગ્રહણનો પ્રભાવ શુભ રહી શકે છે. આ રાશિના લોકોના ભાગ્યવશ કેટલાક કામ પૂર્ણ થવાની સંભાવના છે. જે વસ્તુની જીવનમાં જરૂર હશે તેની ઉપલબ્ધતા થશે. ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ થશે. વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. પારિવારિક જીવન સુખદ રહેશે.

Most Popular

To Top