Dakshin Gujarat

મિત્રએ હવામાં ગોળીબાર કર્યો અને આપના અંકલેશ્વરના વિધાનસભાના ઉમેદવાર ભેરવાયા

ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) વિધાનસભાના (Assembly) આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર અંકુર પટેલ વિરુદ્ધ એસઓજી (SOG) દ્વારા કેસ (Case) દાખલ કરવામાં આવ્યો છે. 22 મહિના જુની હવામાં એક રાઉન્ડ ફાયરીંગની (Firing) ઘટનામાં અંકુર પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ખરેખર અંકુર પટેલના એક મિત્રએ હવામાં ગોળીબાર કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંકુર પટેલ અને તેના મિત્ર સામે ગુનો દાખલ કરાયો છે.

અંકલેશ્વર આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અંકુર પટેલની મુશ્કેલમાં ફરી વધારો થયો છે. લાયસન્સ વાળી રિવોલ્વરથી 22 મહિના પહેલા મિત્રએ હવામાં કરાયેલા ફાયરિંગમાં SOG એ આર્મ્સ એક્ટ (Armes Act) હેઠળ ગુનો દાખલ કરતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

  • હવામાં ફાયરીંગ કરવાનો શોખનું ભારે મોઘું પડ્યું
  • ૨૦૨૧માં પેટ્રોલ પંપ પર રિવોલ્વરમાંથી હવામાં કરાયેલ એક રાઉન્ડ ફાયર
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા SOGએ ફરિયાદી બની અંકુર પટેલ સહિત બન્ને સામે નોંધ્યો ગુનો

અંકલેશ્વરના ગડખોલ ગામે રહેતા અંકુર પટેલ પાસે સને-૨૦૧૬થી ૩૨ બોરની લાયસન્સ વાળી રૂ ૭૫ હજારની રિવોલ્વર છે. જૂન-૨૦૨૧ની રાત્રે કોસમડી નજીક AAP ઉમેદવાર અંકુર પટેલના માતંગી પેટ્રોલિયમ પર તેઓ નિકોરાના મિત્ર અફઝલ ખાન, યોગેશ, જીજ્ઞેશ, ચિરાગ સાથે બેઠા હતા.

દરમિયાન અફઝલ ખાન ફઝલખાન પઠાણે શોખ ખાતર રિવોલ્વર લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેનો વિડીયો ૨૨ મહિના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

ભરૂચ SOG એ જાતે ફરિયાદી બની અફઝલ પઠાણ રહે-બસ સ્ટેન્ડ પાસે નિકોરા, તા-જી-ભરૂચ અને અંકુર પટેલ સામે હવામાં ફાયરિંગ કરી બીજાની જિંદગી જોખમમાં મુકવા બદલ અંકલેશ્વર GIDC પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લાયસન્સ વાળી રિવોલ્વર સાથે અફઝલ પઠાણની ધરપકડ કરવામાં આવી છે.

Most Popular

To Top