Sports

શું શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં રમશે?, બીસીસીઆઈએ શું કહ્યું…

ચેન્નાઈ(Chennai) : ટીમ ઈન્ડિયાને (TeamIndia) વર્લ્ડકપના (WorldCup) પ્રારંભે જ મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (ShubhmanGill) બિમાર થયો હતો. ગિલ ડેન્ગ્યુમાં (Dengue) સપડાયો હતો. આ બિમારીના લીધે શુભમન ગિલ વર્લ્ડકપની પહેલી ઓસ્ટ્રેલિયા (Australia) સામેની મેચમાં રમી શક્યો નહોતો. હવે ગિલની બિમારી અંગે વધુ આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે.

શુભમન ગિલના પ્લેટલેટ્સ ઓછા થઈ જતા તેને ચેન્નાઈની હોસ્પિટલમાં (Hospitalized) દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે. તેમ છતાં ગિલ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન (Afghanistan) સામેની મેચમાં નહીં રમે તે નક્કી છે, પરંતુ 14 ઓક્ટોબરે ગિલ પાકિસ્તાન (Pakistan) સામેની મેચમાં પણ રમી શકશે કેમ તે અંગે આશંકા છે.

ડેન્ગ્યુ થયા બાદ સ્ટાર બેટ્સમેનને સાવચેતીના ભાગરૂપે ચેન્નાઈની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો. તેથી ગિલનું પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં રમવા અંગે આશંકા ઉભી થઈ છે. ગિલના પ્લેટલેટ્સ કાઉન્ટ ડાઉન થતા તેને એડમિટ કરાયો હતો, જોકે તબિયત સુધરતા ડિસ્ચાર્જ કરી દેવાયો છે.

બીસીસીઆઈની (BCCI) મેડિકલ ટીમ ગિલની તબિયત પર સતત નજર રાખી રહી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ગિલના હેલ્થ પ્રોગ્રેસ પર નજર રાખવામાં આવી રહી છે. મેચ પૂર્વે તેનો મેડિકલ ટેસ્ટ કરાશે. રિપોર્ટના આધારે જ ગિલના રમવા અંગે અંતિમ નિર્ણય લેવાશે.

હાલ પાકિસ્તાન સામેની મેચમાં ગિલ રમશે કે નહીં તે અંગે ચોક્કસ કશું કહી શકાય તેમ નથી. તે પાકિસ્તાન સામેની મેચ પહેલાં ફીટ થશે કે નહીં તે અંગે પણ કશું કહી શકાય તેમ નથી. ટીમ ઈન્ડિયાના વર્લ્ડકપ અભિયાનમાં આ ખૂબ જ મોટો ઝટકો છે. કારણ કે વર્ષ 2023માં શુભમન ગિલનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે.

શુભમન ગિલની તબિયત વિશે બીસીસીઆઈએ શું કહ્યું..?
શુભમન ગિલ છેલ્લાં કેટલાંક દિવસોથી ચેન્નાઈની હોટલમાં આરામ કરી રહ્યો હતો. ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા બાદ તેના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને 70,000 થઈ ગયા છે. ડેન્ગ્યુ પીડિત દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ 1 લાખ નીચે જાય તો સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલાઈઝડ કરવામાં આવતા હોય છે, તે અનુસાર ગિલને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. હાલ તેને રજા આપી દેવાઈ છે. હાલ તે અફઘાનિસ્તાન સામેની મેચથી બહાર થઈ ગયો છે.

તબિયત સુધરે તો ગિલને સીધો અમદાવાદ રવાના કરાશે
ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હી ગયો નથી. જો ગિલની તબિયત સુધરે તો તે સીધો અમદાવાદ રવાના થશે. હાલ કશું કહી શકાય નહીં પરંતુ બીસીસીઆઈ અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચમાં ગિલ રમે તેવી આશા રાખી રહ્યું છે. જોકે, છેલ્લો નિર્ણય મેચના આગલા દિવસે ગિલના હેલ્થ ટેસ્ટ બાદ લેવાશે.

ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગિલના સ્થાને ઈશાને ઓપનિંગ કર્યું હતું
વર્લ્ડકપ શરૂ થાય તે પહેલાં 6 ઓક્ટોબરે શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી ગિલ ઓસ્ટ્રેલિયા સામેની 8 ઓક્ટોબરની મેચ રમી શક્યો નહોતો. તેના સ્થાને ઈશાન કિશને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. જોકે, તે ફ્લોપ રહ્યો હતો. પહેલી જ બોલે તે ઝીરો પર સ્લીપમાં કેચ આઉટ થયો હતો. તેમ છતાં અફઘાનિસ્તાન સામેની 11 ઓક્ટોબરની મેચમાં ઈશાન કિશનને જ તક આપવામાં આવી શકે છે.

Most Popular

To Top