Business

શેર માર્કેટ: તેજીની લહેર સાથે ગુરુવારે સેન્સેક્સ, નિફટી લીલા નિશાને બંધ, અદાણીનો આ શેર કરી ગયો સારો દેખાવ

નવી દિલ્હી : સપ્તાહના મધ્યે ગુરુવારના દિવસે શેર માર્કેટમાં (Share Market) તેજીની લહેર દેખાઈ હતી. છેલ્લા કેટલાય વખતથી માર્કેટમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા હતા ત્યારે માર્કેટના રોકાણકર્તાઓ (Investor) ભારે અસમંજસ ભરી સ્થિતમાં મુકાઈ જવા પામ્યા હતા. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પણ મારેકટ સ્થિર રહ્યું ન હતું. જોકે ગુરુવારે બેકિંગ શેરો (Backing Shares) સારો એવો વેપાર કરી ગયા છે જેને લઇ બજાર ગરૂવારે લીલા નિશાન ઉપર બંધ થવામાં સફળ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 142.43 અંક પાર કરી જઈને 60 હજાર 806.22 ઉપર બંધ થયું છે. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી પણ 22.20 અંકોની તેજી સાથે 17 હજાર 893.90 અંકે પહોંચી ગયું છે.

  • જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પણ મારેકટ સ્થિર રહ્યું ન હતું
  • ગરૂવારે બેકિંગ શેરો ખુબ જ સારો એવો વેપાર કરી જતા માર્કેટ લીલા નિશાન ઉપર બંધ
  • અદાણીના વિલમારે ફરી તેજી નોંધાઈ અન્ય શેરોમાં પણ સારી વેચાવલી નોંધાઈ

બેંકીગ સેક્ટરના શેરો સારો એવો વેપાર કરી ગયા હતા
ગુરુવારે બજારના કારોબારમાં બેન્કિંગ શેરોનો સારો એવો વેપાર થયો છે. સેન્સેક્સમાં આવતી ઇન્ડુસલેન્ડ બેંક, એસ.બી.આઈ, કોટક મહિન્દ્રા બેન્કના શેરોમાં સારી એવી તેજી જોવા મળી હતી. અદાણી વિલ્મરના શેરોમાં ખુબ જ તેજી નોંધાઈ હતી .આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝીઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અંબુજા સિમેન્ટના શેરોમાં પણ ખુબ વેચાવલી નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સમાં આવતા 30 માંથી 21 શેરોમાં તેજી નોંધાઈ હતી જયારે અન્ય 9 લાલ નિશાન ઉપર બંદ થવા પામ્યા હતા.

બજાજના ફિંબવર્સ અને હિન્ડાલ્કોના શેરમાં બે-બે ટકાબો વધારો નોંધાયો
આ તરફ નિફટીના ટોપ ગેઈનર શેરોએ પણ સારો એવો વેપાર કર્યો હોવાનું નોંધાયું છે. બજાજના ફિંબવર્સ અને હિન્ડાલ્કોના શેરમાં બે-બે ટકાબો વધારો નોંધાયો હતો.આઈઆરસીટીસીના સારા એવા પરિણામો સાથે તે પણ 1.5% નોંધાયા સાથે બંધ થયો હતો. બોમ્બેસ્ટોક એકશેનજના નોંધાયેલા આંકડાઓ મુજબ એક્સચેન્જમાં 3613 શેરોની લેવડ-દેવળ કરવામાં આવી છે.જેમાંથી લગભગ 1711 શેરે સપાટ કારોબારી સેશન હોવા છતાં તે પણ લીલા નિશાન ઉપ બંધ થવામાં સફળ રહ્યું હતું. જેમાંથી 172 જેટલા શેરો ગુરુવારે કારોબારી સેશન દરમ્યાન અપર સર્કિટ લગાવવામાં સફળ થયા હતા. બીએસેસીની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેમ્પ આ દરમ્યાન 268.48 કરોડ રૂપિયા થઇ જવા પામ્યો છે.

Most Popular

To Top