Vadodara

યુદ્ધભૂમિથી સલામત સ્થળે જવા 13 કલાકમાં 41 કિ.મી. ચાલ્યા

વડોદરા : યુક્રેન રશિયા યુદ્ધને નવ દિવસ થયા, આ નવ દિવસમાં યુક્રેનની ભૂમિ લગભગ તબાહ થઈ ગઈ છે જોકે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વડોદરા સહિત દેશના હજારો લોકો હવે હેમખેમ ભારત પરત ફરી રહ્યા છે કેટલાક પોલેન્ડ અને રોમાનિયા સહિતની સરહદો પર સલામત પહોંચી ગયા છે અને કેટલાક હજુ પણ ફસાયા છે શુક્રવારે પણ વડોદરાના છ થી સાત જેટલા વિદ્યાર્થીઓ નાગરિકો હેમખેમ પરત આવ્યા હતા અને પરિવારને મળ્યા હતા જે પૈકી ફતેગંજ વિસ્તારમાં રહેતા મનહર પરમારનો પુત્ર સૌરભ પરમાર પણ પરત આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો સૌરભ પરમારે યુદ્ધના માહોલમાં કેવી રીતે દિવસો પસાર કર્યા, મોતના તાંડવ વચ્ચે કેવી રીતે પોતાની અને અન્ય લોકોના  જીવ બચાવવા સંઘર્ષ કર્યો તેની શરૂ થી અંત સુધીની વાત  ગુજરાત મિત્ર સાથે કરી,અહી  પ્રસ્તુત છે સૌરભ અને 15 લોકોના યુદ્ધભૂમિના સંઘર્ષની કહાની સૌરભ ની જુબાની.

યુદ્ધના એ 24 કલાક…

હું સપ્ટેમ્બર 2021માં વર્ક પરમીટ પર યુક્રેન ગયો હતો જ્યાં રાજધાની કિવના ડુક્લાના વિસ્કા વિસ્તારની હોસ્ટેલમાં રહી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો જોકે 23 તારીખની સવાર હું ક્યારેય નહીં ભૂલું જ્યારે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું ,રેસ્ટોરન્ટ બંધ  થઈ જતાં હોસ્ટેલમાં જ બંકરમાં રહી રાત વીતાવી હતી બોમ્બ ધડાકાઓ વચ્ચે ક્યારે ફ્લાઇટ શરૂ થશે અને ક્યારે જઈશું તેને ચિંતામાં ઊંઘ પણ આવતી ન હતીસતત યુદ્ધનો ડર સતત ડરાવી રહ્યો હતો.

જ્યારે હોસ્ટેલ નજીક ધડાકો થતાં અંતે,
15 લોકોએ એકસાથે કિવ છોડ્યું…

સતત વરસતા બોમ્બ અને મિસાઈલો વચ્ચે અમે બંકરોમાં જીવ બચાવવા રહેતા હતા પરંતુ હોસ્ટેલની નજીક જ પ્રચંડ ધડાકો થયો અને ડર વધ્યો આગળ કશું પણ થઈ શકે છે તેવા ખોફ  બચ્ચે તાત્કાલિક કીવ છોડવાનો નિર્ણય કર્યો અમે 15 લોકો એકસાથે જીવના જોખમે કિવથી નીકળી ગયા.

500 કિલોમીટર ટ્રેનની સફર કાપી
લવ યુ શહેર પહોંચ્યા…

કીવ છોડવાના નિર્ણય સાથે બોમ્બ ધડાકાઓના ભયના ઓથાર હેઠળ જીવ બચાવતા બચાવતા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા મેટ્રો ટ્રેનમાં બેસી પોલેન્ડ તરફ જવા નીકળ્યા હતા ટ્રેનમાં 500 કિલોમીટરની સફર કાપી અમે લવ યુ શહેરમાં પોહચી ગયા હતા જ્યાંથી પોલેન્ડ હવે 70 કિલોમીટર દૂર હતું એટલે થોડી હાશ થઈ હતી પણ એમને ખબર ક્યા હતી કે હજુ ભારત આવવાનો રસ્તો વધુ કઠિન હશે.

૨૩ કિ.મી. લઈ જઈ ટેક્સિવાળાએ ઉતારી દીધા…
લવ યુ શહેરમાંથી સરહદ પર જવા માટે અમે ટેક્સી કરી હતી એટલે કલાક દોઢ કલાકમાં પોહચી જઈશું તેવી આશા સાથે રાહત હતી પણ ટેકસી વાળાએ અમને 23 કિલોમીટર ગયા પછી ટેક્સીમાંથી ઉતારી મૂક્યા હતા પોલેન્ડ સરહદ જતા વાહનોની લાઈન જોઈ ટેક્સીવાળા એમને આગળ લઈ જવાની ના પાડી દીધી ભારે માથાકૂટ કરી પણ ટેકસી વાળો અડધું ભાડું આપી જોતો રહ્યો.

41 કિલોમીટર ચાલીને અમે 13 કલાકે પોલેન્ડ સરહદ પહોંચ્યા…
પોલેન્ડ સરહદ લગભગ 41 કિલોમીટર બાકી હતી ત્યારે ટેકસી વાળાએ એમને નીચે ઉતારી દીધા હતા એટલે આગળ કેમ જવું તેના  વિચાર સાથે અમે 15 લોકોએ ચાલવાનો નિર્ણય કર્યો, લગભગ સવારના 10વાગે અમે પોલેન્ડ તરફ જવા રવાના થયા હતા અને 41 કિલોમીટર ચાલીને અમે પોલેન્ડની સરહદ પર પહોંચ્યા હતા  જિંદગી બચાવવા અને જલ્દીથી ભારત આવવા માટે સતત 13 કલાક ચાલી 41 કિલોમીટરનો રસ્તો કાપ્યો પણ સરહદ પર આમારી મુશ્કેલીઓ રાહ  જોતી હતી.

માઈનસ 6 ડિગ્રીમાં 3 દિવસ 3 રાત પોલેન્ડ સરહદ પર લાઇનમાં ઊભા રહ્યા…
પોલેન્ડની સરહદ પાસે પગ મૂકતાં જ હવે જલ્દી થી ભારત પહોંચી માતા-પિતાને મળીશું તેનો ઉત્સાહ હતો પરંતુ અમારી મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી હતી માઇનસ 6 ડિગ્રી તાપમાનમાં ડિગ્રી અમને ભારે સંઘર્ષ કરવો પડયો હતો યુક્રેન આર્મી દ્વારા ઇન્ડિયન લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું અમે લોકો 3 દિવસ અને 3 રાત્રી સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા હાડ થીજાવતી ઠંડીમાં વિતાવેલાએ 72 કલાક જીવનમાં ક્યારેય નહીં ભુલાય ત્રણ દિવસ બાદ જ્યારે ઇન્ડિયન એમ્બેસીના હસ્તશેપ બાદ  ઇન્ડિયન વિદ્યાર્થીઓને પોલેન્ડમાં એન્ટ્રી કરવા દેવામાં આવી પોલેન્ડ સરહદ પર હજારો લોકોને મેં ઠંડી અને યુદ્ધના ખોફ વચ્ચે મોત સાથે ઝઝૂમતા જોયા હતા પોલેન્ડ સરહદ પર  અમને શેલ્ટરમાં રાખવામાં આવ્યા હતા જયાં  ખાવાપીવા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

બાપ્સ સાથે મળીને શેલતેરમાં રોકાયેલા વિદ્યાર્થીઓની સેવા કરી…
પોલેન્ડમાં જે શેલ્ટર હાઉસમાં અમને રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વામિનારાયણ સંસ્થા બાપ્સ દ્વારા લોકો માટે જમવાની  વ્યવસ્થા કરવામાં આવી હતી મેં પણ બાપ્સ સાથે મળી લોકોની શક્ય એટલી સેવા કરવાનો પ્રયાસ કર્યો હતો મારો ફ્લાઈટમાં નંબર આવ્યો હોવા છતાંય અન્ય વિદ્યાર્થીઓને મોકલી રોકાયેલા વિદ્યાર્થીઓની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો સ્થિતિ સરળ તથા આખરે ભારત આવવા માટે ફ્લાઇટમાં જવાનો નિર્ણય કરી પરત ફર્યો હતો.

પરિવારને મળતાં જ લાગ્યું,ફરી જીવન મળ્યું…
એર ઇન્ડિયાની ફલાઇટથી યુદ્ધભૂમિ થી ભારતની ભૂમિ પર પગ મૂક્યો હતો દિલ્હીથી અમે ગાંધીનગર અને ત્યારબાદ વડોદરા આવ્યા હતા વડોદરામાં માતા-પિતા અને પરિવારને મળતા જ અદભુત અનોખી અનુભૂતિ થઈ અને નવું જીવન મળ્યું હોય તેમ લાગ્યું આ તબક્કે મારા માટે પ્રાર્થના કરનાર અને મારી ચિંતા કરનાર તમામનો ખુબ ખુબ આભારી છું સરકારે ફસાયેલા વિદ્યાર્થીઓ અને પરત લાવવા માટે ખુબ જ સરાહનીય કામગીરી કરી છે જે માટે ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન.

ખાવા-પીવાનું મળતું બંધ થયું છે, હવે અહીં નીકળવા સિવાય વિકલ્પ નથી
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં નોર્થ યુક્રેનમાં આવેલ સુમીમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે સુમીમા વડોદરા સહિત 600 થી 700 ભારતીય ફસાયેલા છે જેઓને બહાર કાઢવા માટે ઇન્ડિયન એમ્બેસી દ્વારા ભરપૂર પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે સુમીમાં ફસાયેલા ભારતીયોને રશિયા બોર્ડર પર લઈ ભારત પરત લાવવાનું સરકારનું આયોજન છે જે માટે સુમી બોર્ડર પાસે 130 બસ મૂકવામાં આવ્યું હોવાનું પણ મનાય છે જોકે  ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન આર્મી જવા દેતી નથી જેથી આ વિદ્યાર્થીઓ હાલ બંકરમાં બંદી બની જીવનને બચાવવા ઝઝૂમી રહ્યા છે રશિયાના હુમલાને પગલે સુમી હોસ્ટેલમાં પાણી અને ખાવાનું પણ બંધ થઈ ગયું છે  વડોદરાના ખેમચંદ રાજના પુત્ર રીતિક રાજે પોતાની વિકટ સ્થિતિ અંગે પિતાને વોઈસ મેસેજ કરી જાણકારી આપી હતી જે મુજબ રિતિકે જણાવ્યું હતું કે પાણી બંધ છે ખાવાનું પણ બંધ થઈ ગયું છે ફટાફટ કંઈક કરો પાણી અને ખાવાનું મળતું હતું ત્યાં સુધી સર્વાઈવ કરતા હતા હવે ખાવાનું પાણી બંધ થઈ જતા અહીં થી નીકળવા સિવાય કોઈ સ્કોપ રહ્યો નથી જલ્દીથી અમેને અહીંથી બહાર કાઢવા માટે બનતી તમામ કોશિશ કરો, સુમીથી રિતિકે કરેલા વોઇસ મેસેજથી પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે પુત્રની લાચારી અને ઇન્ડિયન એમ્બેસીના અધકચરા પ્રયાસો વચ્ચે રિતિક સહિત 700 લોકોની જીંદગી દાવ પર લાગી છે રશિયાની બોર્ડર પરથી સુમી માં ફસાયેલા લોકોને બહાર લાવવાના પ્રયાસો કેટલી હદે સફળ થાય છે તેની ખબર નથી પરંતુ સરકારને ફસાયેલા વિદ્યાર્થીઓને જલદી લાવવા માટે કોઈ મોટું પગલું ભરવું પડશે તેમ ચોક્કસ લાગી રહ્યું છે.

વડોદરાના મોટાભાગના વિદ્યાર્થીઓ સલામત સ્થળે આવી જતાં પરિવારને હાશ
યુક્રેનમાં ચાલતાં યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર એ પણ છે કે વડોદરાના મોટાભાગના વિદ્યાર્થીઓ યુદ્ધભૂમિથી સલામત સ્થળે આવી ગયા છે જેઓ હાલ પોલેન્ડ, રોમાનિયા, હંગરી સહિત દેશોમાં  શેલ્ટર હોમમાં છે આ લોકોને આગામી સમયમાં એક પછી એક ભારત લાવવામાં આવશે કિવ થી મનીષ દવે  સહિત નાગરિકો પણ હાલ રોમાનિયાની સરહદે આવી ગયા છે જેઓ ક્યારે ભારત લઈ જવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છે રોમનિયમાં સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ શેલ્ટર હાઉસમાં રહેતા લોકો જલ્દીથી ભારત લઈ જવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે સાથે વડોદરાના કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ ખાર્કિવ સૂમીમાં ફસાયા છે જેઓને પણ પરત લાવવા સરકાર પ્રયાસરત છે.

Most Popular

To Top