Gujarat Main

હવે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા RTO નહીં જવું પડે, ડ્રાયવિંગ લાયસન્સ મેળવવાનાં બદલાયા નિયમો

નવી દિલ્હી: (Delhi) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) માટે નિયમોમાં કરાયેલા સંશોધન મુજબ હવે કોઈ પણ પ્રકારના વાહનનાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આરટીઓ (RTO) જવાની જરૂર નથી પડે. રોડ અને પરિવહન મંત્રાલયે લાયસન્સ માટે ડ્રાઈવિંગ ટેસ્ટનાં (Driving Test) નિયમોમાં ફેરફાર કરી દીધા છે. આ નિયમો વધુ સરળ થયા છે અને આ નવા નિયમો આ મહિનાથી જ લાગૂ થઈ ચૂક્યા છે. આ નવા ફેરફારથી કરોડો લોકો જે પોતાના ડ્રાઈવિંગ લાઈસન્સ માટે RTO ના વેઈટિંગ લિસ્ટમાં છે તેમને મોટી રાહત મળશે. 

નવા નિયમ અનુસાર ડ્રાઈવિંગ લાયસન્સ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં વ્યક્તિ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેણે ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લેવી પડશે અને ત્યાં જ ટેસ્ટ પાસ કરવો પડશે. ટ્રેઇનિંગ સ્કૂલ તરફથી અરજદારને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટના આધારે અરજદારનું ડ્રાઈવિંગ લાયસન્સ આરટીઓમાંથી બની જશે. રાજ્ય ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે પછી કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હોય તેવા ખાનગી ડ્રાઈવિંગ સેન્ટર્સને જ કામ કરવાની મંજૂરી આપશે. આ ટ્રેનિંગ સેન્ટર્સની માન્યતા 5 વર્ષ માટે રહેશે. ત્યારબાદ તેમણે સરકાર પાસેથી ફરીથી રિન્યુઅલ કરાવવું પડશે.

ડ્રાઈવિંગ લાયસન્સના નવા નિયમો એક જુલાઈથી લાગુ થયા છે. ડ્રાઈવિંગ લાયસન્સ (Driving License) બનાવડાવવા માટે આરટીઓ જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. રોડ અને પરિવહન મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. ટ્રેનિંગ સેન્ટર્સને લઈને રોડ અને પરિવહન મંત્રાલય તરફથી કેટલીક માર્ગદર્શિકા હશે અને વિદ્યાર્થીઓ માટે શરતો પણ હશે. જેમાં ટ્રેનિંગ સેન્ટર્સના ક્ષેત્રફળથી લઈને ટ્રેનરનું શિક્ષણ વગેરે સામેલ છે.

જ્યારે વિદ્યાર્થીઓ માટે મંત્રાલયે એક શિક્ષણ પાઠ્યક્રમ પણ નિર્ધારિત કર્યો છે. હળવા મોટર વાહન ચલાવવા માટે, પાઠ્યક્રમની સમય મર્યાદા વધુમાં વધુ 4 અઠવાડિયાની હશે જે 29 કલાક સુધી ચાલશે. આ ડ્રાઈવિંગ સેન્ટર્સના પાઠ્યક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. જેમાં એક થિયરી અને બીજું પ્રેક્ટિકલ હશે. સરકારના આ નિર્ણયને પગલે લોકોની હાલાકી ઓછી થશે. હાલ લોકોને લાયસન્સ બનાવવા માટે વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડે છે. જે લોકો ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવવા માંગે છે પરંતુ વેઈટિંગ લાંબુ હોવાના કારણે ખુબ સમય લાગી રહ્યો છે તેમણે હવે વધુ રાહ જોવી પડશે નહીં.

Most Popular

To Top