ક્ષતીગ્રસ્ત નંબર પ્લેટ સાથે વાહન હંકારશેતો આરટીઓ કાર્યવાહી કરશે
ખોવાઈ ગઈ હોય કે ચોરાઈ ગઈ હોય તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો જરૂરી

( પ્રતિનિધી )વડોદરા,તા.4
વડોદરાની પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીનું તંત્ર એક્શનમાં આવ્યું છે. વાહન ચાલકે પોતાના વાહનની નંબર પ્લેટ ખોવાઈ કે તૂટી જાય ત્યારે વાહન માલિકે શું કરવું તે અંગે એડવાઇઝરી જાહેર કરી છે. આ મામલે વાહન ચાલકે પોલીસ એફઆઈઆર મેળવવી પડશે. ત્યાર બાદ ઓનલાઇન પોર્ટલ પર નવી નંબર પ્લેટ માટે કરવી અરજી કરવી પડશે. વાહન માલિકો માટે HSRP નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકાર નિયમો મુજબ ફરજીયાત છે. જો વાહન માલિક તૂટેલી ખોવાયેલી કે પછી ક્ષતીગ્રસ્ત નંબર પ્લેટ સાથે વાહન હંકરતો જોવા મળશે તો આરટીઓ દ્વારા કાર્યવાહી કરાઈ શકે છે.
વડોદરા આરટીઓ કચેરીના એઆરટીઓ જીગર પટેલે જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબર 2020ના રોજ જે એચએસઆરપી નંબર પ્લેટ ડેમેજ અથવા લોસ થાય તો એ બાબતે રિપ્લેસમેન્ટ કરવા માટે જે જાહેરનામું બહાર પાડેલ છે અને જે સૂચના આપેલી છે. જે અમલમાં છે. વાહનની નંબર પ્લેટ આગળની કે પાછળની તૂટી ગઈ હોય તો એ નંબર પ્લેટ જમા કરાવીને નવી નંબર પ્લેટ મેળવી શકો છો. તેમાં પોલીસ દાખલાની જરૂર નથી. પરંતુ, જો ખોવાઈ ગઈ હોય કે ચોરાઈ ગઈ હોય તો એવા કિસ્સામાં પોલીસનો દાખલો મેળવવો આ નોટિફિકેશન મુજબ મેળવવો જરૂરી છે. જેની માટે ઓનલાઈન પોર્ટલ પર પણ એપ્લાય કરી શકો છો. નિયમ મુજબ નંબર પ્લેટ ખોવાઈ જાય કે તૂટી જાય તો નવી નંબર પ્લેટ બનાવવાની કાર્યવાહી કરીને વાહનો પર લગાવવી ફરજિયાત છે. જેથી નવી નંબર પ્લેટ લગાવવી જોઈએ, એચએસઆપી નંબર પ્લેટ લગાવવા માટે જે પણ વાહનો 1 એપ્રિલ 2019 પછી રજિસ્ટર થયેલા છે. તેવા વાહનોમાં જે પણ વાહનોના ઓથોરાઇસ ડિલરો હોય ત્યાંથી અરજી કરીને નવી નંબર પ્લેટ માટેની પ્રક્રિયા કરી શકે છે. 1 એપ્રિલ 2019 પહેલાના જે રજિસ્ટર થયેલા વાહનો છે. તેની માટે એસઆઈએએમ કરીને પોર્ટલ છે. તેની પર ઓનલાઈન અરજી કરીને નવી પ્લેટ માટે ઓર્ડર આપી શકે છે. તમામ વાહનો પર એચએસઆરપી નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમ મુજબ ફરજિયાત છે. અને નંબર પ્લેટ વાહનો પર ના હોય તેવા કિસ્સામાં આરટીઓ દ્વારા કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવતો હોય છે. જેથી વાહનો પર માલિકોએ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવી જોઈએ અને ચોરી અને તૂટી જવાના કિસ્સામાં પ્લેટ બદલાવી જોઈએ.