SURAT

સુરતના પાંડેસરામાં ધાબુ તૂટી પડ્તા મીઠી નીંદર માણતા પિતા-પુત્ર ઘવાયા

સુરત: સુરત (Surat) પાંડેસરાના વડોદ ગામના શાસ્ત્રી નગરમાં એક મકાનનું ધાબુ અચાનક તૂટી પડતા મીઠી નીંદર માણી રહેતા પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા (Injured) હતા. જેના કારણે પિતા પુત્રને સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ખસેડવામાં આવ્યાં હતાં. હાલ પિતા પુત્ર બંનેની હાલત સ્થિર હોવાનું જણાયું છે.

સુરતના પાંડેસરાના વડોગ ગામમાં લગભગ 12.30 વાગ્યાની આસપાસ શાસ્ત્રી નગરમાં આવેલા રમેશભાઈના મકાનનું ધાબુ ભર બપોરે ધડાકાભેર પંખા (Fan) સાથે તૂટી પડ્યું હતું. ધાબુ તૂટી જવાથી જોરભેર અવાજ આવ્યો હતો જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઘાયલ પિતા પુત્રને 108ની મદદથી તત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil) ખસાડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્ત રમેશે જણાવ્યું કે તેઓ સંચા કારીગર છે અને દોઢ મહિના પહેલા જ વતન યુપીથી સુરત રોજીરોટી માટે આવ્યા હતા.

આ ઘટના અંગે રમેશભાઈના પાડોશીએ જણાવ્યું હતું કે ભર બપોરે અચાનક ધડાકાભેર કઈ પડ્યું હોવાનો અવાજ સાંભળીને તેઓ ઘરની બહાર દોડી આવ્યાં હતા. તેમણે જોયું તો રમેશભાઈના મકાનની છત પડી ગઈ હતી. તેઓએ ઘરમાં જોયું તો રમેશ અને તેનો પુત્ર સૂરજ ઘરમાં મીઠી નીંદર માણી રહ્યાં હતા જેથી તેઓને પોતાને બચાવી શકયા ન હતા અને દુર્ઘટનામાં બન્ને પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક 108 ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી બન્નેને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ બન્ને સારવાર હેઠળ છે.

રમેશભાઈના પાડોશીએ વધુમાં જણાવ્યું હતું કે રમેશ ને શરીર પર ગંભીર ઇજા અને પુત્ર સૂરજને પગમાં ફેક્ચર હોય એવી શક્યતા છે. બન્ને દોઢ મહિના પહેલા જ સુરત આવ્યા હતા. ચાર દિવસ ભારે વરસાદ ને લઈ ધાબુ વરસાદી પાણી ને લઈ જર્જરિત થયા બાદ આજે તૂટી પડ્યું હોય એ વાત નકારી શકાય નહિ.

Most Popular

To Top