Charchapatra

વધતી જતી મોંઘવારી

વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે અને આ ભાવવધારાથી સીધી અસર સીંગતેલ પર જોવા મળી.

અને હાલના સમાચારપત્રોમાં વાંચવા મળ્યું કે પશુઓનું દાણ પણ મોંઘું થવાનું છે. અને તેની અસર દૂધ ડેરી પર પડશે. દૂધનો ભાવમાં વધારો થશે. નિરંકુશપણે વધતી જતી મોંઘવારી દેશના અર્થતંત્રને પણ ખોરવી નાંખે છે.

શાળા – કોલેજમાં પ્રવેશ અને ભણતરનો ખર્ચો વધ્યો છે. ઉપરાંત ગણવેશ અને પુસ્તકો ખરીદવા માટે પણ વાલીઓએ ખર્ચો મોટા પ્રમાણમાં કરવો પડે છે. આમ, દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામાન્ય માનવી માટે કોઇ જીવલેણ રોગ જેવી ભયાનક બની ગઇ છે.

ગૃહકંકાસ, સામાજિક અશાંતિ અને આપઘાતના બનાવોના મૂળમાં કેટલીક વાર મોંઘવારી પણ જવાબદાર હોય છે. દોસ્તો મોંઘવારી આપણા સૌનાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સૌથી મોટો શત્રુ છે એ અંકુશમાં આવશે તો જ દેશનો વિકાસ સર્વાંગી થશે.

અમરોલી          – આરતી જે. પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top