Gujarat

રેશનકાર્ડ ધારકોને દિવાળીમાં વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરાશે

ગાંધીનગર : રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને (Family) દિવાળીના (Diwali) તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ (Suger) અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.

હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી ૩૨ લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ ૧ કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂા.૧૫ અને રૂા.૨૨ પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે તેમજ તમામ ૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ ૧ લીટર સીંગતેલ રૂા.૧૦૦ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે. આ યોજના હેઠળ માહે ઑક્ટોબર-૨૦૨૨ માસ માટે ૭૧ લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ ૧ કિ.ગ્રા. ઘઉં તથા ૪ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.૧૫/૧૦/૨૦૨૨થી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.

Most Popular

To Top