Gujarat

રાજકોટ: ગણેશજીની સ્થાપના પહેલા જ પોલીસ કમિશ્નરના આ ફરમાનથી લોકોમાં નારાજગી

રાજકોટ: તહેવારોની (Festival) મોસમ શરૂ થઈ ગઈ છે. મહિનાના અંતે ગણેશ ચતુર્થી આવી રહી છે. હાલ મળતી માહિતી મુજબ રાજકોટ (Rajkot) પોલીસ કમિશ્નરે ગણેશજીની સ્થાપનાના થોડા દિવસ પહેલા જાહેરનામું જાહેર કર્યું છે. આ જાહેરનામાના કારણે અનેક વિવાદો સર્જાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિને લઈને વાત કરવામાં આવી છે. આ જાહેરનામામાં 9 ફૂટથી વઘુ ઉંચી મૂર્તિ બનાવવા ઉપર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે.

  • ગણેશજીની સ્થાપનાના માત્ર થોડા દિવસની અંદર આ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું
  • આયોજકોએ 11 ફૂટની મૂર્તિ બનાવી દીઘી
  • ફૂટથી વઘુ ઉંચી મૂર્તિ બનાવવા ઉપર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે સમસ્યાએ સર્જાય છે કે ગણેશજીની સ્થાપનાના માત્ર થોડા દિવસની અંદર આ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. સ્થિત એ ઉભી થઈ છે કે જયારે ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આવી કઠિન સમસ્યા સામે આવીને ઉભી છે. આયોજકોએ 11 ફૂટની મૂર્તિ બનાવી દીઘી છે. હાલ લોકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યાં છે.

એક તરફ કે જયાં ઠેરઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા માટે પંડાલો અને મંડપો તૈયાર કરવામાં આવી રહ્યાં છે ત્યાં હવે મૂર્તિનું વિધ્ન સામે આવીને ઉભું રહ્યું છે. લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ કમિશ્નરે ગણેશોત્સવ પહેલા ખાસ જાહેરનામું બાહર પાડ્યું છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. ગણેશઉત્સવમાં 9 ફૂટથી વધુ ઉંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જો કે, સમસ્યા એ છે કે આયોજકોએ પહેલા જ 11 ફૂટની મૂર્તિ બનાવી દીધી છે. પરંતુ હવે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. મૂર્તિની ઉંચાઈ ફિક્સ કરતું જાહેરનામું પ્રસિદ્ધ થતા આયોજકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

છેલ્લા બે વર્ષની કોરોના મહામારીને કારણે ગણેશ ઉત્સવનું આયોજન કરવા પર તેમજ અન્ય તહેવારની ઉજાણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે ફરી એક વખત ગણેશોત્સવનું આયોજન માટે મંજૂરી મળતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જો કે રાજકોટ પોલીસ કમિશનરના ગણેશજીની મૂર્તિની ઉંચાઈના પ્રતિબંધને કારણે આ ઉત્સવ પર વિઘ્ન મંડરાઈ રહ્યું છે.

Most Popular

To Top