National

રાજસ્થાનનાં માહેશ્વરી સમાજ દ્વારા લેવાયો નિર્ણય: જો બેથી વધારે બાળક જન્મ લેશે તો કરશે આ કામ

નવી દિલ્હી: આમ તો જે રીતે વસ્તી વધી રહી છે તેને જોતા લોકો એક જ બાળકનો (Child) વિચાર કરે છે તેમ છતાં હમ દો હમારે દો સ્લોગન આ નારો આપણે સાંભળતા હોઈએ છે. ચલો બે બાળકો સુધી તો ઠીક પણ રાજસ્થાનનાં (Rajasthan) માહેશ્વરી સમાજ દ્વારા બાળકો અંગે જે ધોષણા થઈ છે તે સાંભળીને તમે ચોંકી જશો. રાજસ્થાનના માહેશ્વરી સમાજ દ્વારા એક એલાન કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે કપલ બે કરતા વધારે બાળકો કરશે તેને 50 હજાર રુપિયાની ફિકસ ડિપોઝિટ (FD) આપવામાં આવશે.

જાણો શું છે સમગ્ર મામલો?
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજસ્થાનનો માહેશ્વરી સમાજની વસ્તી ઓછી થતી જાય છે જેના કારણે ત્યાંનો સમાજ ચિંતિત છે. પોતાના સમાજને બચાવવા માટે બેથી વધુ બાળક કરવા પર 50000ની એફડીની ધોષણા અખિલ ભારતીય માહેશ્વરી સેવા સદનના અધ્યક્ષ રાજકુમાર ભૂતડાએ કરી છે.

જાણકારી મળી આવી છે કે આ પહેલા પણ માહેશ્વરી સમાજે ત્રીજી છોકરીના જન્મ પર 50000 રુપિયાની એફડી આપવાની ધોષણા કરી હતી. આ નિર્ણય 8 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે સમાજ સભ્યોની સંખ્યા ધટી રહી છે તેને જોતા આ નિયમ હવે છોકરાઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. જો ચોથા સંતાનનો જન્મ પણ થશે તો તેના માટે પણ સમાજ 50000 રુપિયાની એફડી કપલને આપશે. જે દિવસે બાળકોનો જન્મ થશે તે જ દિવસે કપલને આ એફડી હાથમાં આપવામાં આવશે.

રાજકુમારે વધુમાં જણાવ્યું હતું કે આજની મુખ્ય સમાસ્યા મોટા પરિવારોનું તૂટવું છે. નાના પરિવારો અને પતિ પત્ની બંનેની નોકરીના કારણે તેઓને બાળકોની ચિંતા સતાવ્યા કરતી હોય છે. ધણીવાર છોકરાનું વર્ક પેકેજ અલગ જગ્યા પર હોય છે તો ધણી વાર છોકરીનું વર્ક પેકેજ અલગ જગ્યા પર હોય છે જેના કારણે તોઓને બાળકનું ભરણપોષણ કરવું પણ કઠિન લાગતું હોય છે. તેઓને પ્રોત્સાહન આપવા માટે આ ધોષણા કરવામાં આવી છે.

Most Popular

To Top