National

કૂતરાને બિસ્કિટ ખવડાવવાના વીડિયો મામલે વિવાદ, રાહુલ ગાંધીએ કહ્યું- ‘ભાજપના લોકોનું કૂતરાઓએ શું બગાડ્યું?’

નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Joda Nyaya Yatra) દરમિયાન તેઓ કાર ઉપર બેસીને કૂતરાને બિસ્કિટ (Biscuit) ખવડાવતા હોય તેવો વીડિયો વાયરલ (video viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે કૂતરો (Dog) બિસ્કીટ નથી ખાતો ત્યારે કોંગ્રેસ સાંસદ પાસે ઉભેલા એક કાર્યકરને આપી દે છે. આ વીડિયોને લઈને ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. જ્યારે રાહુલને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાયરલ વીડિયો અંગે કહ્યું કે, “આમાં શું વાંધો છે? જ્યારે તે કૂતરો મારી પાસે લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણપણે નર્વસ હતો. તે ધ્રૂજતો હતો. મેં તેને ખાવા માટે બિસ્કિટ આપ્યું, તેણે ખાધું નહીં, તેથી મેં મારી નજીક ઉભેલા કાર્યકર્તાને આપી દીધું. તે બિસ્કિટ તે વ્યક્તિને આપી અને કહ્યું, ‘ભાઈ, તમે જ ખવડાવો.’ બાદમાં કૂતરાએ તે બિસ્કિટ ખાઇ લીધું હતું. ભાજપના લોકોને આનાથી શું ઓબસેશન છે? કુતરાઓએ તેમનું શું બગાડ્યું છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ વાયરલ વીડિયોને લઈને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવારે મને આ બિસ્કિટ ખવડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન કરી શક્યા.”

વાસ્તવમાં પલ્લવી નામની મહિલાએ હિમંતા બિસ્વા સરમાને ટેગ કરીને આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે હિમંતા પછી હવે રાહુલ ગાંધીએ અન્ય કોંગ્રેસ સમર્થકને કૂતરાની થાળીમાંથી બિસ્કિટ આપ્યા છે. જેના જવાબમાં આસામના મુખ્યમંત્રીએ લખ્યું છે કે, “પલ્લવીજી, માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ આખો પરિવાર મને તે બિસ્કિટ ખવડાવી શક્યો નથી. મને આસામી અને ભારતીય હોવાનો ગર્વ છે. મેં બિસ્કિટ ખાવાની ના પાડી અને રાજીનામું આપી દીધું.”

અમિત માલવિયાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ પણ આ ઘટના પર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું છે.

માલવિયાએ લખ્યું કે, “થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જીએ પાર્ટીના બૂથ એજન્ટોની સરખામણી કૂતરાઓ સાથે કરી હતી અને હવે રાહુલ ગાંધી તેમના પ્રવાસ દરમિયાન એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે અને જ્યારે કૂતરાએ ખાધું ન હતું. ત્યારે તેમણે તે જ બિસ્કિટ પોતાના એક કાર્યકને આપી દીધું હતું.”

Most Popular

To Top