Charchapatra

પ્રજા માનસ પર સરકારની મજબૂત પકડ

વર્તમાન સરકારનું શીર્ષ નેતૃત્વ અને સરકારની નીતિરીતિ,કાર્યશૈલી અને  દેશહિત  માટે લેવા પડતા કઠોર માં કઠોર નિર્ણય લેવાની ક્ષમતાએ પ્રજાના મન પર એક ઊંડી છાપ મુકવામાં અદ્રિતીય સફળતા મેળવી લીધી છે.

સ્વચ્છ ભારત મિશન થી લઈને આત્મનિર્ભર ભારત સુધીની તમામ યોજનાઓમાં પ્રજાની સીધી ભાગીદારી જ આ સરકારની સૌથી મોટી ઉપલબ્ધી છે.દેશની પ્રજા જે સુષુપ્ત અવસ્થામાં હતી તેમાં એક નવો જોમ જુસ્સો અને ઉત્સાહ ભરવાનું કાર્ય આ સરકારે ભલીભાંતિ કર્યું છે

.દેશની વિશાળ જનસંખ્યાને અહેસાશ થવા લાગ્યો છે કે ભારતીયો પણ ધારે તો વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડી શકે છે. જે દેશને ગરીબી,લાચારી કે મજબૂરી અને ગંદકી ના દેશની જેમ જોવામાં આવતો હતો એવા તમામ વિશેષણો ને દૂર કરી સમગ્ર વિશ્વની ભારત તરફ જોવાની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવવમાં પણ આ સરકાર સફળ થઇ છે.આપણા પાડોશી દેશોને પણ હવે એ વાતનો સ્પષ્ટ સંદેશો મળી ગયો છે કે ભારત પ્રેમ સામે પ્રેમ અને શૌર્ય સામે શૌર્ય થી જવાબ આપવા સંપૂર્ણ રીતે સક્ષમ છે.

દેશની 125 કરોડ જનતાના મૂળ સાથે જોડાયેલ રામમંદિર નો મુદ્દો હોય કે પછી જમ્મુ કાશ્મીર માંથી ધારા 370 દૂર કરવાના વર્ષોથી રહેલા અનિર્ણાયક મુદ્દાઓ પણ હવે સર્વસંમતિથી ખુબ જ શાંતિપૂર્વક સરકાર દ્વારા હલ કરવામાં આવ્યા છે.આથી સરકાર સામે  આજે થોડા ઘણા વિરોધ હોવા છતાં પણ સરકાર પર લોકોનો વિશ્વાસ અતૂટ છે.આજ  સાચી લોકશાહીની ઓળખ છે.આશા રાખીએ આવનાર વર્ષમાં આપણો દેશ તમામ ક્ષેત્રે ખુબ ખુબ પ્રગતિ કરે.

          – કિશોર પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top