National

કંઝાવાલા કેસમાં યુ-ટર્ન: આરોપીઓએ કહ્યું કે અમને જાણ હતી કે અંજલિ અમારી ગાડી નીચે હતી પણ..

નવી દિલ્હી: કંઝાવાલા કેસમાં ધરપકડ થયેલા આરોપીઓએ રવિવારના રોજ એક મોટો ખુલાસો કર્યો છે. પોલીસ (Police) પૂછપરછમાં કબૂલ કર્યો છે. તેઓએ જણાવ્યું કે તેઓને ખબર હતી કે અંજલિ તેઓના ગાડી નીચે આવી ગઈ છે. પરંતુ તેઓ ડરના કારણે ગાડી (Car) હંકારી રહ્યાં હતાં. આ દરમ્યાન તેઓએ કંઝાવાલા સુઘીના રસ્તા (Road) ઉપર તેઓએ ધણાં યુ-ટર્ન લીધા હતાં.

  • આરોપીઓએ જણાવ્યું કે તેઓને ડર હતો કે જો તેઓ છોકરીને ગાડી નીચેથી કાઢશે તો તેઓ ઉપર હત્યાનો આરોપ લાગી જશે
  • કંઝાવાલા કેસમાં સાતમો આરોપી અંકુશને દિલ્હીની રોહિણી કોર્ટે શનિવારે તેઓને જામીન આપી દીધા હતા

આરોપીઓએ જણાવ્યું કે તેઓને ડર હતો કે જો તેઓ છોકરીને ગાડી નીચેથી કાઢશે તો તેઓ ઉપર હત્યાનો આરોપ લાગી જશે. તેમજ તેઓ આ કેસમાં ફસાઈ જશે તેથી તેઓએ અંજલિને ગાડી નીચેથી કાઢવાની કાશિશ કરી ન હતી. તેઓ એટલા ડરી ગયા હતા જેના કારણે તેઓ ગાડી વારંવાર ફેરવી રહ્યાં હતાં. તેઓને સમજ ન પડી રહી હતી કે જો તેઓ આ કેસમાં ફસાઈ જશે તો તેઓ કયાં જશે તેમજ તેઓનું શું થશે. તેઓ છોકરી ગાડી નીચેથી નીકળી જાય તેની રાહ જોઈ રહ્યાં હતા. આ ઉપરાંત તેઓએ કબૂલ કર્યું હતું કે તેઓએ જે પોલીસને મ્યૂઝિકની વાત કહી હતી તે પણ ખોટી હતી. આ મામલે પોલીસે દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણા, મિથુન, મનોજ મિત્તલ, આશુતોષ તેમજ અંકુશ ને આરોપી કહ્યાં છે. આમાંથી છ પોલીસની હિરાસતમાં છે જયારે એકને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

કંઝાવાલા કેસમાં સાતમો આરોપી અંકુશને દિલ્હીની રોહિણી કોર્ટે શનિવારે તેઓને જામીન આપી દીધા હતા. કોર્ટે 20 હજાર રુપિયાનો દંડ ફટકારીને જમાનત આપી હતી. અંકુશ પર આઈપીસીની ધારા 201/212 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે શુક્રવારે પોલીસ સામે પોતાને સોંપી દીધો હતો. આ આરોપી તે જ શખ્શ હતો જેણે આ મામલાને દબાવાની કોશિશ કરી હતી. તેણે પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી.

Most Popular

To Top