Dakshin Gujarat

ગણેશ વિસર્જન દરમિયાન થયેલા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલી મહિલાની છેડતી કરી અને…

નવસારી : વેડછા ગામે 2 યુવાનોએ ગણેશ વિસર્જનમાં (Ganesh Visarjan) ઝઘડો કરતાં વચ્ચે છોડાવવા ગયેલી મહિલાની છેડતી કરી 1.35 લાખનું મંગળસૂત્ર લુંટી લેતા મામલો વિજલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેડછા ગામે ગાંધીનગર ફળીયામાં ચંપાબેન જગુભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહે છે. ગત 9મી સપ્ટેમ્બરે ચંપાબેન તેમના પરિવાર અને મહોલ્લાના લોકો સાથે ગણપતિ લઈને તળાવમાં વિસર્જન કરવા માટે ડી.જે. ઉપર નાચતા-નાચતા જતા હતા. ત્યારે મોડી સાંજે ગણપતિ વિસર્જન કરી ઘરે આવી રહ્યાં હતાં. ત્યારે વેડછા ગામમાં જ રહેતા ભીખુભાઈ હસમુખભાઈ હળપતિ અને રાજુભાઈ ભગુભાઈ હળપતિ ચંપાબેનના પુત્ર ધર્મેશ સાથે ભટકતા તેઓ વચ્ચે બોલાચાલી ઝપાઝપી થઇ હતી.

  • ચંપાબેને બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઇ ગયા
  • ભીખુભાઈ અને રાજુભાઈ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા
  • યુવકો ચંપાબેને ગળામાં પહેરેલું 1.35 લાખનું સોનાનું મંગળસૂત્ર તોડી નાસી ગયા હતા

ચંપાબેન અને અન્ય લોકો તેમને છોડાવવા વચ્ચે પડતા ભીખુભાઈએ ચંપાબેનની લાજ લેવાના ઈરાદે તેમની છેડતી કરી હતી. તેમજ ચંપાબેને ગળામાં પહેરેલું 1.35 લાખનું સોનાનું મંગળસૂત્ર તોડી નાસી ગયા હતા. જોકે ત્યારે ચંપાબેને બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ ભીખુભાઈ અને રાજુભાઈ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. આ બનાવ અંગે ચંપાબેને વિજલપોર પોલીસ મથકે ભીખુભાઈ અને રાજુભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.ડી. મંડોરાએ હાથ ધરી છે.

સોનગઢના ધમોડી ગામે પત્ની સાથે આડાસંબંધના વહેમમાં યુવકને ચપ્પુ માર્યું
વ્યારા: સોનગઢ ધમોડી ગામે વડ ફળિયામાં રહેતો મુકેશ ચંદુ ગામીત (ઉ.વ.૩૫) તા.૩૧/૧૦/૨૦૨૨ના રોજ પોતાના ખેતરેથી મોટર સાઇકલ લઇને ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં ધનસુખ ચીમન ગામીતની દુકાને શાકભાજી લેવા માટે તે ઉભો રહ્યો હતો. તે વખતે તેનાં જ ગામનાં અરૂણ ચંદુ ગામીતએ મુકેશ ગામીતને પોતાની પત્ની સાથે આડા સંબધનો વહેમ રાખી અચાનક ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ચપ્પુથી મુકેશ ગામીતની કમરે, ગળાની પાછળ, કોણી નજીક તથા ઝપાઝપી દરમ્યાન મોંઢામાં અને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. આ મામલે મુકેશ ચંદુ ગામીત (રહે.વડ ફળિયા, ધમોડી, તા.સોનગઢ)એ અરૂણ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top