National

વડા પ્રધાન મોદી પાસે છે માત્ર આટલી સંપત્તિ

નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) રૂ. 2.23 કરોડથી વધુની સંપત્તિના (Wealth) માલિક છે, જેમાં મોટાભાગે બેંક ડિપોઝિટ તરીકે છે, પણ તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી કારણ કે તેમણે ગાંધીનગરમાં જમીનના એક ટુકડામાં તેમનો હિસ્સો દાનમાં આપ્યો હતો, એમ તેમની સંપત્તિ વિશે હાલમાં કરાયેલી જાહેરાતમાં જાણવા મળ્યું હતું.

તેમણે કોઈ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ રોકાણ કર્યું નથી, તેમની પાસે કોઈ વાહન નથી, પણ તેમની પાસે 1.73 લાખ રૂપિયાની કિંમતની ચાર સોનાની વીંટી છે, એમ 31 માર્ચ સુધી અપડેટ કરાયેલી તેમની મિલ્કતની જાહેરાતમાં કહેવાયું હતું.
મોદીની જંગમ સંપત્તિમાં એક વર્ષ પહેલાની સરખામણીએ રૂ. 26.13 લાખનો વધારો થયો છે, પણ તેમની પાસે હવે એ સ્થાવર મિલ્કત નથી કે જેની કિંમત 31 માર્ચ, 2021ના રોજ રૂ. 1.1 કરોડ હતી. વડાપ્રધાન કાર્યાલયની (પીએમઓ) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતો મુજબ 31 માર્ચ, 2022ના રોજ તેમની કુલ મિલ્કત રૂ. 2,23,82,504 હતી.
તેમણે અન્ય ત્રણ માલિકો સાથે સંયુક્ત રીતે રહેણાંક પ્લોટ ઓક્ટોબર 2002માં ખરીદ્યો હતો જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા.

31 માર્ચ, 2022ના રોજ વડાપ્રધાન પાસે રોકડ રકમ રૂ. 35,250 હતી અને પોસ્ટ ઓફિસ સાથેના તેમના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રોની કિંમત રૂ. 9,05,105 હતી અને રૂ. 1,89,305ની જીવન વીમા પોલિસી હતી. વડા પ્રધાનના કેબિનેટના સાથીદારો કે જેમણે તેમની મિલ્કત જાહેર કરી હતી તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પાસે 31 માર્ચ, 2022 ના રોજ 2.54 કરોડ રૂપિયાની જંગમ અને 2.97 કરોડની સ્થાવર મિલ્કત છે. મોદીએ રૂ. 2.23 કરોડની ગાંધીનગરની જમીન દાનમાં આપી

જાણો સંરક્ષણ પ્રધાન, નાગરિક ઉડ્ડયન મંત્રી તેમજ જી કિશન રેડ્ડી પાસે કેટલી સંપત્તિ છે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની માલિકીની જંગમ સંપત્તિનું મૂલ્ય રૂ. 29.58 લાખ એટલે કે રૂ. 2.24 કરોડથી વધીને રૂ. 2.54 કરોડ થયું છે. જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે 35.63 કરોડ રૂપિયાની સંપત્તિ અને 58 લાખ રૂપિયાની જવાબદારીઓ છે. તે જ સમયે, મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે તેમની પાસે કુલ 1.43 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Most Popular

To Top