Gujarat

પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે: 18થી 20 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આગામી 18થી 20 એપ્રિલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે અને શહેરના અલગ અલગ કાર્યક્રમમાં (Program) હાજરી આપશે. પીએમ મોદી ગુજરાતમાં દહોદ, બનાસકાંઠા અને જામનગરની મુલાકાત લેશે. આ અગાઉ પણ પીએમ મોદી માર્ચ મહિનામાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

પીએમ મોદી 18 એપ્રિલથી ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ત્રણ દિવસ એટલે કે 20 એપ્રિલ સુધી ગુજરાતમાં રોકાશે અને વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ ખાતે પહોંચશે. ત્યાર બાદ પીએમ મોદી સાંજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. પીએમ મોદી 18 એપ્રિલે રાજભવનમાં રાત રોકાશે.

પીએમ મોદી 19 એપ્રિલની વહેલી સવારે બનાસકાંઠાની મુલાકાત લેશે. પીએમ મોદી બનાસકાંઠના દિયોદરમાં બનાસ ડેરી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ મહિલા પશુપાલકોના સંમેલનમાં સભાનું સંબોધન કરશે. બનાસકાંઠાના આ કાર્યક્રમ બાદ પીએમ મોદી જામનગર પહોંચશે. જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન પીએમ મોદી પોતાના હસ્તે કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી પણ હાજરી આપશે. 

20 એપ્રિલે પીએમ મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપશે. જ્યાં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું આયોજીન પીએમ મોદી કરશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી દાહોદ માટે રવાના થશે. ત્યા તેઓ આદિવાસી સંમેલન સભાનું સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે પીએમ મોદી દિલ્હી પરત ફરશે. આમ પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે રહેશ, અને વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીના એંધાણ ફરી શરૂ થઈ ગયા છે તેથી અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આ અગાઉ પણ પીએમ મોદીએ માર્ચ મહિનામાં ગુજરાતની મુલાકત લીધી હતી.

આ અગાઉ પણ 9 એપ્રિલે અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ગુજરાતની મુલાકતે આવ્યા હતો. રાષ્ટ્રપિત રામનાથ કોંવિદ તા.10મી એપ્રિલે પોરબંદર પાસે માધવપુરના પંચ દિવસીય મેળાના સમારંભમાં હાજરી આપી હતી. આ સ્થાને ભગવાન શ્રી કૃષ્ણ તથા ઋકમણીજીના વિવાહ થયા હતાં. જયારે 11 એપ્રિલ અને 12 એપ્રિલે એમ બે દિવસ માટે કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. તેમણે ગુજકોમાસોલના ગાંધીનગરમાં બનેલા નવા ભવનનુ લોકાર્પણ કર્યું હતું.

Most Popular

To Top