National

‘નિર્ણય રાજકારણને નિષ્કલંક બનાવશે’, PM મોદીએ વોટ ને બદલે નોટ મામલે SCના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી: (New Delhi) પીએમ મોદીએ નોટ ફોર વોટ (Note For Vote) મુદ્દે સુપ્રીમ કોર્ટના (Supreme Court) ઐતિહાસિક નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. વડા પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં નિર્ણયનું સ્વાગત કર્યું અને લખ્યું ‘સ્વાગત! માનનીય સર્વોચ્ચ અદાલતનો એક સારો નિર્ણય, જે દોષરહિત રાજકારણ અને વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત કરશે. વડા પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં નિર્ણયનું સ્વાગત કર્યું અને લખ્યું ‘સ્વાગત!

સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કેસમાં તેના અગાઉના નિર્ણયને પલટાવી દીધો છે અને મત આપવા માટે પૈસા લેવા બદલ સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે લાંચના કેસ સંસદીય વિશેષાધિકાર દ્વારા સુરક્ષિત નથી અને 1998ના ચુકાદાનું અર્થઘટન બંધારણની કલમ 105 અને 194ની વિરુદ્ધ છે. કલમ 105 અને 194 સંસદ અને વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે લાંચના કેસમાં આ કલમો હેઠળ છૂટ નથી કારણ કે તે જાહેર જીવનમાં ઇમાનદારીને નષ્ટ કરે છે.

Most Popular

To Top