Gujarat

સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની ચાર મહાસભા, કહ્યું આ ચૂંટણીમાં વિજય નક્કી છે છતાં…

સૌરાષ્ટ્ર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી, તેથી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની આખી ફોજ ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે. વડાપ્રધાન મોદી પોતે આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ સાથે રોડ શો અને રેલીઓ કરી રહ્યા છે. ગઈકાલથી શરૂ કરીને પીએમ મોદી આગામી 3 દિવસ સુધી રાજ્યમાં 8 જોરદાર રેલીઓ કરશે. ભાજપ હાલમાં તે બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે.

પીએમ મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદની પવિત્ર ભૂમી પર છે. તેમણે કહ્યું કે દાદાના આશિવાર્દ હોય એટલે જીત પાક્કી જ હોય. તેમણે કહ્યું જીત પાક્કી જ છતાં હું દોડાદોડ કરૂ છું એ મારૂ કર્તવ્ય છે. તેમણે કહ્યું કે આ વખતે નવા નવા રેકોર્ડો તોડવા છે. પહેલો રેકોર્ડ પોલિંગ બુથનો છે. જેમાં આપડે વધુ પ્રમાણમાં મતદાન કરીને જૂના બધા રેકોર્ડ તોડવા છે. તેમણે કહ્યું કે આ વખતના ઈલેક્શનમાં નરેન્દ્રભાઈના રેકોર્ડ ભૂપેન્દ્ર ભાઈ તોડે અને નરેન્દ્ર ભાઈ એને સપોર્ટ કરે એવું કામ તમારે કરવાનું છે. પહેલાં બધા કહેતા હતા કે, ગુજરાતના વેપારીઓ શું કરી શકે, માલ લઇને વેચે અને વચ્ચે દલાલી કરે, પણ આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ગુજરાતના બંદરોના કારણે આ દરિયાકાંઠો હિન્દુસ્તાનની સમૃદ્ધિનો કાંઠો બની ગયો છે. તેમણે કહ્યું કે પહેલાં ગુજરાતમાં પ્રવાસ માટે કોઈ સ્થળ ન હતું, સોમનાથમાં પણ એટલો વિકાસ ન હતો. પણ હવે અમે એક પછી એક યોજનાઓ વિકસાવી અને ગુજરાતનો વિકાસ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે કચ્છનું રણ આપણને મુસીબત લાગતું હતું, પરંતુ હવે આ કચ્છને જોવા લોકો બહારથી આવે છે. રણને ‘ગુજરાતનું તોરણ’ બનાવી દીધું છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં માતા-બહેનના માથા પરથી બેડાં ઉતરી ગયા છે. ગુજરાતમાં નળથી જળશ યોજનમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે.

આ સિવાય પીએમ મોદીએ ગુજરાતના વિકાસના કામોને ગણાવ્યા હતા. તેમણે પાણી, પશુપાલકો માટે શરૂ થયેલી યોજનાઓ, ડેરી માટેની યોજના વિશે વાત કહી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ધ્યાન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં દેશના 80 કરોડ લોકોને અનાજ પહોચાડ્યું છે. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં ડેરીઓ બનાવી છે, તેમજ બંધ થયેલી ડેરીઓ શરૂ કરીને પશુપાલકોને રોજગારી અપાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે હવે પાપા પગલા કરવાનો સમય નથી, આપણે ઊંચા કુદકા મારીને આગળ વધવુ છે. આ સાથે જ પીએમ મોદી પોતોની જનસભામાં કહ્યું હતું કે વડીલોને કહેજો નરેન્દ્રભાઈ તમને યાદ કરતા હતા.

ગુજરાતના વેરાવળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી, કહ્યું- વોટિંગનો રેકોર્ડ તોડી નાખો
ગુજરાતના વેરાવળમાં જાહેર સભાને સંબોધતી વખતે મોદી-મોદીના નારા લાગ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં મતદાનનો રેકોર્ડ તોડશે. દરેક પોલિંગ બૂથ પર ભાજપને જીતાડો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સોમનાથ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા અર્ચના કરી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથથી પ્રચારની શરૂઆત કરી છે. પીએમ મોદીએ રેકોર્ડ વોટિંગ માટે જનતાને અપીલ કરી છે. મોદીએ કહ્યું કે ગુજરાતની જનતાએ હંમેશા ભાજપને આશીર્વાદ આપ્યા છે અને આ વખતે મારો રેકોર્ડ ભૂપેન્દ્રને સોંપવાનો છે. ગુજરાતના વેરાવળમાં જાહેર સભાને સંબોધતી વખતે મોદી-મોદીના નારા લાગ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ગુજરાતમાં મતદાનનો રેકોર્ડ તોડશે. દરેક પોલિંગ બૂથ પર ભાજપને જીતાડો.​​​​​​​

Most Popular

To Top