Gujarat

પીએમ મોદી ફરી 19-20મી ઓકટો.એ ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત પહેલા ફરી એક વખત પીએમ (PM) નરેન્દ્ર મોદી આગામી તા.૧૯ અને ૨૦મી ઓકટો.ના રોજ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમ્યાન પીએમ મોદી 7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

તા.૧૯મી ઓકટો.ના રોજ પીએમ મોદી ત્રિમંદિરની મુલાકાત લેશે. તે પછી તેઓ ગાંધીનગરમાં ડિફેન્સ એકસ્પોના પ્રદર્શન સહિતના સમારંભમા હાજરી આપશે. ત્યાર બાદ બીજા દિવસે તા.૨૦મી ઓકટો.ના રોજ તેઓ રાજકોટ, જુનાગઢ , તાપી તથા કેવડિયા કોલોની – સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જશે. કેવડિયા – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી સાથે યુએનના વડા એન્ટાનીયો ગૂટેરસ સાથે સમારંભમા હાજરી આપશે.

19 ઓક્ટોબર 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂા. 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂા. 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે, જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂા. 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે તેમજ અન્ય જિલ્લાના રૂા. 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે.

Most Popular

To Top