Vadodara

સો.મિડિયા પર ધાર્મિક ટીપ્પણીની પોસ્ટ મુકતા PI સસ્પેન્ડ

વડોદરા : હાલમાં સોશિયલ માડિયાનો ઉપયોગ દિન પ્રતિદિન વધી ગયો છે ક્યારે તેની વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. સોશિયલ માડિયા પર એકાઉન્ટ પર ધાર્મિક લાગણી દુભાઇ તેવી પોસ્ટ મુકતા એએચટીયુ વિભાગના પીઆઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. આજના ડિજિટલ યુગમાં લોકો મોબાઇલ સાથે સોશિયલ મીડિયામાં વ્યસ્ત બની ગયા છે. લોકો મોબાઇલના એટલા બંધાણી બની ગયા છે કે તેઓ કલાકો સુધીમાં સોશિયલ મીડિયા પર ચેટમાં રચ્યા પચ્યા રહે છે અને વિવિધ કોમેન્ટ કરતા હોય છે. પરંતુ કોઇ દિવસ કોમેન્ટ તેમને ભારે પડી જાય છે.

તેવો એક કિસ્સો સામે આવે છે. જેમા એવી વિગત છે કે મૂળ બનાસકાંઠાના અને હાલમાં વડોદરા શહેરમાં એએચટીયુમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એન ડી સોલંકી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના શોખિન હતા અને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કોમેન્ટો કરતા હતા. દરમિયાન તેમના સોશિયલ માડિયા એકાઉન્ટ પર શ્રીરામ ભગવાન થે મેન્ટો હનુમાન બંદર થે રામ પૈદલ ચલથે ઔર હનુમાન ઉડતે થે ક્યોકિ હનુમાન કે પાસ આરક્ષણ થા, જ્યારે બીજી પોસ્ટમાં જિસ દેશ મેં લિંગ ઔર યૌનિ કી પૂજા હોતી હૈ ઉસ દેશ કે મંદિરો મેં બળાત્કારી નહી બેઠેંગે તો ક્યાં સંસ્કારી બેઠેંગ ..! બે કોમેન્ટ કરી હતી.

જેના કારણે લોકોની ધાર્મિક લાગણી ઠેસ પહોંચી હતી. બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નિરજ ડોનેરીયા ગૃહમંત્રી અને ડીજીપીને પોસ્ટ સાથે રજૂઆત કરી પીઆઇ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જે બાબતે ગંભીરતાથી લઇને નિશાંત ડી સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ગૃહમંત્રી અને ડીજીપીને પીઆઇ સામે કાર્યવાહી કરવા માગણી કરી
બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજકે પીઆઇ દ્વારા લોકોની ધાર્મિક લાગણીને ઢેસ પહોંચે તેવી વિવાદીત પોસ્ટ સાથે પોતાના સોશિયલ મીડિયા પર પર ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપીને બે પોસ્ટ સાથે રજૂઆત કરી હતી. જેથી ઉચ્ચ કક્ષાએથી નિશાંત ડી સોલંકી સામે કડકમાં કડક પગલા માંગણી કરી હતી.

વિવાદિત પોસ્ટ સોશિયલ એકાઉન્ટ પરથી હટાવાઈ
હ્યુમનટ્રાફિકંગ ડિવિઝનના પીઆઇ નિશાંત સોલંકી દ્વારા પોતાના સોશિયલ માડિયા એકાઉન્ટ પર મૂકી હતી. જે બે વિવાદિત પોસ્ટની રજૂઆત સામે કાર્યવાહી કરવાની સૂચના ઉચ્ચા કક્ષાએથી સાઇબર ક્રાઇમ દ્વારા બંને પોસ્ટ હટાવી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

વિવાદિત પોસ્ટના પગલે પીઆઇ સીક લીવ પર ઉતરી ગયાં
પોલીસના અંતરંગ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પીસીબીની પીઆઇ છેલ્લા બે ત્રણ દિવસથી હાઇકોર્ટમાં ગયા હોવાથી એન ડી સોલંકીને ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમના દ્વારા કરાયેલી પોસ્ટેના કારણે અગાઉથી ફેમિલીના સભ્યો બીમાર હોવાના કારણે સિક લીવ પર ઉતરી ગયો છે. જેમાં પોલીસના એક કર્મચારી દ્વારા નોટિસ બજાવવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top