National

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને : સરકારી કર્મચારીઓના વાહન ભથ્થા આશ્ચર્યચકિત કરશે

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (PETROL DIESEL RATES) સતત આકાશને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ પૂછે કે તમે આખા મહિનામાં બે લિટર પેટ્રોલ ચલાવી શકો છો? તો ચોક્કસથી તમારો જવાબ ના માં જ હશે, પરંતુ મધ્યપ્રદેશની સરકાર પણ તેના કર્મચારીઓ પાસેથી આ જ ચાહે છે. એક તરફ, પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે રાજ્યમાં સરકારી કર્મચારીઓને વાહન ભથ્થું (vehicle allowances) તરીકે હજી મહિને માત્ર 200 રૂપિયા જ આપવામાં આવે છે. 

મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓને વાહન ભથ્થું તરીકે દર મહિને 200 રૂપિયા મળે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ધ્યાનમાં રાખીને, આ જથ્થામાં માત્ર બે લિટરથી થોડું વધારે પેટ્રોલ મળી શકે છે, જેનાથી મહિનાભરમાં ભાગ્યે જ સત્તાવાર કામ કરવાનું શક્ય બનશે. આ સિવાય કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને લગભગ બે હજાર રૂપિયા વાહન ભથ્થું મળી રહ્યું છે. રાજ્યના અધિકારીઓ દર મહિને 60 લિટર પેટ્રોલ મેળવવાના હકદાર છે. આ સાથે, તેઓ વાહનો અને ડ્રાઇવરો પણ મેળવી રહ્યા છે.

માત્ર ચાર શહેરોના કર્મચારીઓને વાહન ભથ્થું આપવામાં આવી રહ્યું છે  સરકારના કર્મચારીઓને રાજ્યના માત્ર ચાર મોટા શહેરોમાં જ વાહન ભથ્થું મળે છે. જેમાં બી -1 કેટેગરીના ભોપાલ અને ઇન્દોર અને બી -2 કેટેગરીના ગ્વાલિયર અને જબલપુર શામેલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનોની હદમાં કામ કરતા કર્મચારીઓ પણ આ ભથ્થા માટે પાત્ર છે. જો કે રાજ્યના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ 2000 રૂપિયા વાહન ભથ્થાની માંગ કરી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને માંગ પત્ર પણ સુપરત કરાયો છે. જો કે તેના જવાબ હાજી તેમને મળવા પામ્યા નથી.

વાહન ભથ્થું 200 રૂપિયા સુધી વધ્યું …
સપ્ટેમ્બર 2012 માં રાજ્ય સરકારે વાહન ભથ્થુંની રકમ 50 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કર્યું હતું. માર્ચ 2003 માં, ભોપાલના કર્મચારીઓ માટે દર મહિને 15 રૂપિયા વાહન ભથ્થાના ઓર્ડર આપવામાં આવ્યા હતા. બ્રહ્મરૂપ સમિતિની ભલામણને આધારે સપ્ટેમ્બર 2003 માં તેમાં ઈન્દોર, ગ્વાલિયર અને જબલપુરનો સમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને લગભગ બે હજાર રૂપિયા વાહન ભથ્થું મળી રહે છે. માટે જ મધ્યપ્રદેશના કર્મીઓ આ વધારાની માંગ કરી રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top