Madhya Gujarat

લોકો ભય વગર નિષ્પક્ષ રીતે મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિ તેજ

લુણાવાડા, તા.૨૫

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કલેકટર બારડે ડીજીટલ યુગમાં યુવાઅને પ્રોત્‍સાહિત કરવા શરૂ કરાયેલ ઇ-વોટર અને ઇ-એપિક એપનો વધુમાં વધુમાંઉપયોગ કરવાનું જણાવી યુવાનો દેશનું ભાવિ હોઇ તેઓને જાગૃત બની વધુને વધુ મતદાન કરવા અને અન્‍યોને મતદાન કરવા પ્રેરકરૂપબનવા કહ્યું હતું.૧૧મા રાષ્‍ટ્રીય મતદાતા દિનની ઉજવણી અંતર્ગત આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટકરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં nvsp.in , voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડમોબાઇલ એપ્લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કેએસ.એસ.આર.૨૦ દરમ્યાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ નં.૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ હશે,તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર nvsp પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્‍તાએ ડીજીટલ વોટરકાર્ડ અને ઇ-એપિકનું ડાઉનલોડ કેવી રીતે કરવું અનેતેના લાભ દર્શાવતી એક વીડિયો કલીપ દર્શાવી તેનું પ્રેઝન્‍ટેશન રજૂ કરી જાણકારી આપી હતી.તેવા અધિકારી-કર્મચારીઓનું કલેકટર આર. બી. બારડના હસ્તે સન્માન કરવામાં આવ્‍યું હતું.

બાલાસિનોર વિધાનસભા મતવિભાગમાં મતદાર નોંધણી અધિકારી   પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, બાલાસિનોર મતવિભાગમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે રાયસીંગ પી. ડીંડોર, લુણાવાડા ના બેસ્‍ટ નાયબ મામલતદાર તરીકે શ્રી ધવલકુમાર ડી. જોષી, બેસ્‍ટબી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ૧૨૧-બાલાસિનોર મતવિભાગમાં શ્રી કાલુસિંહ સુરાભાઇ પગી, ૧૨૨-લુણાવાડા વિધાનસભામતવિભાગમાં ધર્મેન્‍દ્રસિંહ મોતીસિંહ ચારણ અને ૧૨૩-સંતરામપુર(એસ.ટી.) વિધાનસભા મતવિભાગમાં શ્રી મોતીભાઇ એસ.બારિયા જયારે બેસ્‍ટ બેથ લેવલ ઓફિસર તરીકે ૧૨૧-બાલાસિનોર વિધાનસભા મતવિભાગમાં જેસાભાઇ ગોરાભાઇ પરમાર,૧૨૨-લુણાવાડા વિધાનસભા મતવિભાગમાં શ્રી કિશોરભાઇ જોરદાસ પટેલ અને ૧૨૩-સંતરામપુર(એસ.ટી.) મતવિભાગમાં શ્રીનરેન્‍દ્રકુમાર પરસોતમભાઇ પ્રજાપતિને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવો સહિત જિલ્‍લા-તાલુકાના અધિકારી-કર્મચારીઓએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અનેમુકત, ન્‍યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવાના તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ,ભાષા કે અન્‍ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે પ્રાંત અધિકારી મોડિયા, પી.એન.પંડયા કોલેજના આચાર્યશ્રી સહિત યુવા મતદારો હાજર રહ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top