Madhya Gujarat

પાવાગઢ પોલીસે 51 ગજની ધજા ચઢાવી

હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરને અતિ ભવ્ય અને વિશાળરૂપ આપી માતાજીના મંદિરની કાયાપલટ કરાયા બાદ ઐતિહાસિક મંદિરના શિખર પર પર 500 વર્ષ બાદ સોનાના ઢોળ ચડાવેલ કલાત્મક અને આકર્ષક ધ્વજદંડ પર દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે ઐતિહાસિક ધ્વજારોહણ ગત દિવસોમાં કરાયા બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના અતિ ભવ્ય અને વિશાળ મંદિરને નિહાળી મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરવા તેમજ માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે માઇ ભક્તોનું ઘોડાપુર રોજે રોજ મહાકાળી માતાજીના મંદિર ખાતે ઉમટી રહ્યું છે જેમાં ઐતિહાસિક ધ્વજારોહણ કરાયા બાદ મંદિરના શિખર પર માઇ ભક્તોએ પણ પોતે ધજા ચઢાવવાની લાગણી વ્યક્ત કરતા નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને માં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમ્યાન માઇ ભક્તો પણ માતાજીના મંદિરના શિખર પર દક્ષિણા આપી ધજા ચડાવી શકે તેઓ નિર્ણય લેવામાં આવતા માઇભક્તો ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માતાજીના મંદિરના શિખર ધજા ચઢાવી રહ્યા છે.

જે અંતર્ગત શુક્રવારના રોજ પાંચમા નોરતે માતાજીના મંદિર ખાતે પાવાગઢ પોલીસ દ્વારા 51 ગજની ધજા ચઢાવવામાં આવી હતી જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે રોજે રોજ હજારો માઇ ભક્તોને સુરક્ષા સલામતી પૂરી પાડતાં અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરી પરિસ્થિતિને કાબુમાં રાખવા સતત પાવાગઢની તળેટીથી લઈ ડુંગર પર માતાજીના મંદિર સુધી ખડે પગે હાજર રહી સેવાઓ બજાવતા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે. જાડેજા સહિત પોલીસ કર્મચારીઓ સુનિલભાઈ શર્મા, કેતનભાઇ ભરવાડ, અનિલસિંહ પરમાર, હસમુખભાઈ રાઠોડ, શૈલેષભાઈ પંચાલ, ધર્મેશભાઈ પંચાલ, અને અલ્કેશભાઇ ભરવાડ સહિતના સ્ટાફના પોલીસ કર્મચારીઓ શુક્રવારે વહેલી સવારે મહાકાળી માતાજીના મંદિરે માઈ ભક્તો બનીને માતાજીનો જયઘોષ કરતા પહોંચ્યા હતા.

જ્યાં પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ આર. જે.જાડેજા પોતાના માથે માતાજીની ધજા ઉઠાવી હતી અને સ્ટાફ સાથે ધજાની શોભાયાત્રા લઈ હર્ષોલ્લાસ અને ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે માતાજીના મંદિરે પહોંચી માતાજીના મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી જેમાં પાવાગઢ પોલીસ દ્વારા મંદિર પર ચઢાવવામાં આવેલ 51 ગજની ધજાની સૌપ્રથમ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે.જાડેજા સહિત સ્ટાફે પોતાના વરદ હસ્તે ભારે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક માતાજીના જય દોષ સાથે મહાકાળી માતાના મંદિરના શિખર પર માતાજીની ધજા ચઢાવી ધન્યતા
અનુભવી હતી.

Most Popular

To Top