National

રેતીથી ભરેલી બોટ ગંગા નદીમાં ડૂબી ગઈ, 11 લોકોનો બચાવ

પટના: પટનાના (Patna) દિઘાને અડીને આવેલા સોનપુરમાં રેતીથી ભરેલી બોટ કે જે ગંગા નદીમાં સવાર થઈ રહી હતી નદીમાં ડૂબી ગઈ હતી. બોટમાં લગભગ 20 લોકો સવાર થતા હોવાની જાણકારી મળી આવી છે જેમાંથી 11 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માત પિલર નંબર 10 અને 15 વચ્ચે થયો હતો. આ ઘટનામાં હજુ પણ ઘણા લોકો ગુમ હોવાનું કહેવાય છે.

  • ઘટના અંગેની જાણકારી મળતા જ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
  • લગભગ 20 લોકો બોટમાં સવાર હતા તેમાંથી 11 લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યા
  • બાકીના હજુ પણ લાપતા હોવાની આશંકા

ઘટના અંગેની જાણકારી મળતા જ બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જાણકારી મળી આવી છે કે રેતીનું પરિવહન કરતી બોટ ગંગા નદી પર પુલના થાંભલા સાથે અથડાઈ અને બેકાબૂ થઈને ડૂબી ગઈ. તે સમયે લગભગ 20 લોકો બોટમાં સવાર હતા. તેમાંથી કિનારે ઉભેલા 11 લોકોને દોરડા વગેરેની મદદથી બહાર કાઢ્યા હતા, જ્યારે બાકીના હજુ પણ લાપતા છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીમાં ડૂબી ગયેલા બોટ સવારોની શોધખોળ શરૂ કરી હતી.

જણવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પટના નજીક માનેર વિસ્તારમાં ગંગામાં વધુ એક બોટ ડૂબી ગઈ હતી. બોટમાં લગભગ 50 લોકો સવાર હતા. આ તમામ લોકો પશુઓ માટે ઘાસ કાપીને પરત ફરી રહ્યા હતા. 40 થી 45 લોકો સલામત રીતે બહાર નીકળી ગયા હતા. લગભગ 5 લોકો ગુમ હોવાની જાણકારી મળી આવી છે. જણાવી દઈએ કે ગંગા નદીમાં મોજા ઉછળી રહ્યા છે. પટના સહિત અનેક સ્થળોએ પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

Most Popular

To Top