Gujarat

માત્ર કાગળ પર રહેલી 26 જેટલી યોજનાઓ દાદાની સરકારે બંધ કરી દીધી

ગાંધીનગર: માત્ર કાગળ (Paper) પર રહેતી એવી જુદી જુદી 26 જેટલી યોજનાઓને હવે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની સરકારે બંધ કરી દીધી છે. આ યોજનાઓમાં સરકાર દ્વારા બજેટમાં પણ નાણાંકિય જોગવાઈ કરાઈ હતી. જોકે તેનું અમલીકરણ થતું નહોતું. અગાઉની ભાજપની બે સરકારોએ આ યોજનાઓ શરૂ કરી હતી. જોકે તે કૃષિ વિભાગ હેઠળ આવતી હતી. જેમાં નાણંકિય જોગવાઈ છતાં તેની અમલવારી થતી નહોતી. મોટા ભાગે આ યોજનાઓ ખેડૂતોને લગતી હતી.
આ યોજનાઓમાં ચોખા પાકમાં SRI પધ્ધતિના નિદર્શન , સૂર્યપ્રકાશ (ઉર્જા) જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવા, આંતરપાક તરીકે તેલીબિયા પાકના નિદર્શન, સરલ કૃષિ યોજના, કૃત્રિમ વરસાદ, રાજ્યના સિમાંત ખેડૂતોને અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના સહિતનો સમાવેશ થાય છે.

Most Popular

To Top