SURAT

અંત્રોલીમાં બુલેટ ટ્રેનની સાઈટ પરથી વાયરોની ચોરી કરતી ગેંગ પકડાઈ

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના અંત્રોલી ગામની (Village) સીમમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ (Bullet Train Project) પર ચાલી રહેલી કામગીરીમાં ત્યાંથી અર્થિંગના કેબલોની ચોરી (Theft) કરવામાં આવી હતી. આ અંગે કડોદરા પોલીસે (Police) તપાસ શરૂ કરીને કેબલની ચોરી કરનાર 3ને પકડી પાડી કોપરના વાયરો (Wire) કબ્જે કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના અંત્રોલી ગામની સીમમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જ્યાં ઉભા કરવામાં આવેલા પિલરોમાંથી અર્થિંગ કેબલની ચોરી કરવામાં આવી હતી. આ અંગે કડોદરા જીઆઇડીસી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં કડોદરા પોલીસે વરેલી ગામેથી ૩ શકમંદોની અટકાયત કરીને તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી 15 કિલો કોપરના વાયરો કબજે કર્યા હતા. આ ચોરીમાં બુલેટ ટ્રેનની સાઈટ પર કામ કરતાં એક કામદારની સંડોવણી પ્રકાશમાં આવી હતી. જેથી પોલીસે કામદાર રાકેશ કુમાર યાદવ (રહે. બુલેટ ટ્રેનની સાઈટ પર)ની સાથે સાથે રાજકુમાર રામનરેશ પ્રસાદ (રહે. વરેલી, શાંતિનગર સોસા.,) તેમજ પ્રદીપકુમાર પારસ શાહ (રહે. વલ્લભ નગર, વરેલી)ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કડોદરા પોલીસે બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યો, ૯૩ હજારનો મુદ્દામાલ કબજે
પલસાણા: ચલથાણના ભરતનગર તેમજ કડોદરા સ્થિત અરીહંત પાર્કમાં ઘરફોડ ચોરી થઇ હતી. આ ચોરીમાં કડોદરા પોલીસે ઘરફોડને પકડી પાડીને તેની પાસેથી ૯૩ હજા૨થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ૧૦ દિવસ અગાઉ ભરતનગ૨માં બંધ મકાનમાંથી ૬૮ હજારના દાગીનાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. આ ઉપરાંત કડોદરાના અરિહંત પાર્કમાં પણ એક મકાનમાંથી આ ચોરી થઈ હતી. ચોરીની તપાસ દરમિયાન કડોદરા પોલીસને માહિતી મળી હતી કે, ચોરી કરનાર ચલથાણ ગામે સુમુલ ફેક્ટરી પાસે ઊભો છે. જેથી પોલીસે ત્યાં પહોંચીને સત્યમ ઉર્ફે ભોદુ શિવશંકર ગર્ગ (રહે. ગીતગોવિંદ સોસા., વરેલી, મૂળ રહે. યુપી)ને પકડી લીધો હતો અને તેની પાસેથી ૩ મોબાઇલ તેમજ દાગીના મળી ૯૩૪૪૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Most Popular

To Top