Dakshin Gujarat

‘આ ઘર તો મારું છે, તમે ખાલી કરો’ કહી જોળવામાં દંપતી ઉપર હુમલો

પલસાણા: પલસાણાના (Palsana) જોળવા ગામે રહેતા એક ઇસમને અન્ય એક ઇસમ સાથે મકાન બાબતે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી આવતો હતો. જેને લઇ મિત્રો સાથે આવી મકાનમાં ઘૂસી લાકડાના દંડા વડે તેમજ કોઇતા વડે હુમલો (Attack) કરી તેને તેમજ તેની પત્નીને માર મારી હત્યાની ધમકી આપતાં 4 ઇસમ સામે પલસાણા પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.પલસાણા તાલુકાના જોળવા ગામે ઘનશ્યામનગર સોસાયટી વિભાગ-2માં રહેતા નિશ્ચયભાઈ જયકિશાન શાસ્ત્રી દેલાવડા ખાતે અયોધ્યા વીલા નામની સાઇડ ઉપર કન્સ્ટ્રક્શન પ૨ સુપ૨વાઇઝર તરીકે નોકરી કરી તેમજ જમીન દલાલીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.જેઓ ગત ગુરુવારે સાંજે તેમના ઘરે હાજર હતા. ત્યારે એક અજાણ્યો ઇસમ તેમના ઘરે આવ્યો હતો.

  • મકાન બાબતે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી આવતો હતો
  • એક સફેદ કલરની સિફ્ટ કારમાં આવેલા અજણ્યાએ દંપત્તી ઉપર કર્યો હુમલો
  • મકાન બાબતે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી આવતો હતો

દંપત્તીને લાકડાના ફાટક વડે માર મારવામાં આવ્યો
હુમલાનો ભોગ બનેલા નિશ્ચયભાઈને અજાણ્યા ઇશમે જણાવ્યું હતું કે, આ ઘર તો મારું છે, તમે ખાલી કરો. તેમ કહી લાકડાના દંડા વડે ઘરમાં તોડફોડ કરી હતી. ત્યારે નિશ્ચયભાઈ તેમને રોકવા જતાં ઘરમાંથી પકડીને બહાર લઇ જઇ ગયો હતો. જ્યાં ઘરની સામે એક સફેદ કલરની સિફ્ટ કાર નં.(જીજે 05 સીકે 2499)માંથી અન્ય 3 ઇસમ ઊતર્યા હતા, જેમાંથી બે ઇસમે નિશ્ચયભાઈને પકડી લીધા હતા અને ભવરસીંગ નામના ઇસમે કોઇતા જેવા હથિયારથી માથાના ભાગે મારતાં નિશ્ચઈભાઈ લોહીલુહાણ થઇ ગયા હતા. તેમજ તેમની પત્ની વચ્ચે પડતાં તેમને પણ લાકડાના સપાડા વડે માર મારી ઘર ખાલી કરવાનું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘયલ દંપત્તીને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ઘટનાને આંખે જોનારે કહ્યું હતું કે હુમલો થયો એ સમયે સોસાયટીના અન્ય લોકો પણ ત્યાં આવી જતાં ભવરસીંગ તેમજ અન્ય ત્રણ ઇસમ તેમની કાર તેમજ એક બુલેટ લઇ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારે નિશ્ચયભાઇને માથામાંથી લોહી વહી રહ્યું હોવાથી તેમને સુરત સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમના માથાના ભાગે ૩ ટાંકા આવ્યા હતા. આ અંગે તેમણે પલસાણા પોલીસમથકે ભવરસીંગ (રહે., ડિંડોલી) તેમજ અન્ય ૩ ઇસમ સામે ફરિયાદ આપી આગળની તજવીજ પલસાણા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top