National

નસરુલ્લા અને ફાતિમાનો આ પ્લાન થયો ફેઈલ… અંજુ માટે “ઈધર ખાઈ ઉધર કૂવા” જેવી સ્થિતિ

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) ગયા બાદ પોતાના સોશિયલ મીડિયા (Social Media) મિત્ર નસરુલ્લા સાથે લગ્ન (Marriage) કરનાર અંજુ ઉર્ફે ફાતિમા ભારત પરત ફરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગયેલી અંજુએ પહેલા કહ્યું હતું કે તે બે-ત્રણ દિવસમાં ભારત પરત આવશે ત્યારબાદ તેણે કહ્યું કે તે 4 ઓગસ્ટે પરત આવશે. પરંતુ આ તમામ વાતો પર પાણી ફરી વળ્યું છે. અગાઉ અંજુએ મીડિયા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે તમે લોકોએ મને પાછા આવવા લાયક નથી છોડી. દેખીતી રીતે ભારતની પરિસ્થિતિ હવે અંજુના પક્ષમાં નથી. તેનો પતિ, પિતા અને બાળકો તેના પર ખૂબ નારાજ છે અને અંજુ પોતે પણ તમામ તપાસ એજન્સીઓના રડાર પર છે. આવી સ્થિતિમાં એવુ અનુમાન છે કે અંજુ માટે ભારત પરત ફરવું શક્ય નથી.

અંજુ ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ગઈ હતી અને તેના વિઝા 20 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યાં છે એટલે કે અંજુ માટે “ઈધર ખાઈ ઉધર કૂવા જેવી સ્થિત સર્જાઈ” છે. અંજુ માટે ભારત પરત ફરવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ તેના માટે પાકિસ્તાનમાં રહેવું છે. આ ઉપરાંત અંજુનો કેસમાં રોજે રોજ ટ્વિસ્ટ થતો રહે છે.

પહેલા તો 23 જુલાઈના રોજ અંજુ પોતાના પરિવારના સભ્યોને જાણ કર્યા વગર ગુપ્ત રીતે પાકિસ્તાન જતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર પછી જાણ થઈ કે તે તેનાં ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગઈ. પાકિસ્તાન જઈ તેઓના નિકાહનો ફોટો વાઈરલ થયો જેનો નસરુલ્લાએ ઈનકાર કર્યો. આ પછી તેઓના પ્રી વેડિંગ શૂટનો વીડિયો વાઈરલ થયો અને હાલ અંજુ પાકિસ્તાનમાં નસરુલ્લા અને તેના સાથી મિત્રો સાથે હિજારમાં ડિનર કરતી હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. નસરુલ્લાના પરિવારજનો અને તેઓના સગાસંબંધીઓ આ જોડાને ભેટ આપવા આવી રહ્યાં હોય તેવો વીડિયો પણ વાઈરલ થયો હતો.

અંજુ માટે ભારત પરત ફરવું મુશ્કેલ
હાલમાં અંજુના જીવનમાં પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે તેના માટે ભારત પરત ફરવું મુશ્કેલ લાગે છે. પાકિસ્તાન ગયા પછી તરત જ અંજુએ તેના મિત્ર નસરુલ્લા સાથે નિકાહ કરી લીધા હતા. ત્યારે આ અંગે જાણકારી મળી આવી છે કે અંજુ અને નસરુલ્લાનો ઈરાદો આ લગ્નને દુનિયાની નજરથી છુપાવવાનો હતો. જેથી અંજુ લગ્ન કર્યા બાદ આરામથી ભારત પરત ફરી શકે અને અહીંથી તેના બાળકોને મળી શકે અથવા તેમને સાથે લઈ જઈ અન્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે અને ફરીથી પાકિસ્તાન જઈને નસરુલ્લાહ સાથે રહી શકે અને પાકિસ્તાની નાગરિકની પત્ની તરીકે દાવો કરી શકે. પરંતુ પાકિસ્તાની મીડિયા અને બ્લોગર્સે અંજુ અને નસરુલ્લાનો આખો પ્લાન ચોપટ કરી દીધો હતો.

25 જુલાઈના રોજ પાકિસ્તાનથી અંજુ અને નસરુલ્લાના નિકાહના સમાચાર સામે આવ્યા એટલું જ નહીં અંજુએ પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો અને તેનું નામ ફાતિમા રાખી દીધું હતું. નિકાહની એફિડેવિટ પણ વાઈરલ થઈ હતી. અંજુ અને નસરુલ્લાએ થોડા સમય માટે આ વાતોને ખોટી ગણાવી હતી પરંતુ જ્યારે પુરાવાએ તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો ત્યારે બંનેએ ધીમે ધીમે મીડિયા સાથે વાત કરવાનું અને લોકોથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું.

અંજુ પાસે કયા વિકલ્પો છે?
અંજુ ટુરિસ્ટ વિઝા પર પાકિસ્તાન ગઈ હતી જેથી 20 ઓગસ્ટ પછી તેનાં પાકિસ્તાનના દરવાજા તો બંધ થઈ જ જશે પણ હાલમાં તેના માટે ભારતના દરવાજા ખુલ્લા છે. જો કે હાલની પરિસ્થિતને જોતાં એવું અનુમાન છે કે કદાચ ભારતમાં પણ તેના માટે ઘરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ભારત પરત ફર્યા બાદ તે પોતાના બાળકોને મળવાનો પ્રયાસ પણ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તેમને પાકિસ્તાન લઈ જવાનો દાવો પણ કરી શકે છે અને તેમના માટે વિઝા કે નાગરિકતા પણ માંગી શકે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે ભારત આવવા પર તેણે તપાસ એજન્સીઓનો સામનો પણ કરવો પડશે. આ ઉપરાંત અંજુ પાકિસ્તાન સરકારને અપીલ કરે છે તો તેના વિઝાને ત્યાં વધારી શકાય છે. પાકિસ્તાન સરકાર ઇચ્છે તો તેને ત્યાંની નાગરિકતા પણ મળી શકે છે.

Most Popular

To Top