Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં (Social Media) ખૂબ જ ઝડપથી એક વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં (Video) એક યુવતી કહી રહી છે કે રામ નહીં પરંતુ તેણીને રાવણ જેવો જીવનસાથી જોઈએ છે. યુવતીના આ સ્ટેટમેન્ટ પર બબાલ મચી ગઈ છે. યુઝર્સ યુવતીને ટ્રોલ (Troll) કરી રહ્યાં છે.

વીડિયોમાં એક ત્રણ યુવતીઓને પુછે છે કે ‘તમે તમારો જીવન સાથી કેવો ઈચ્છો છો? રામજી જેવો કે રાવણ જેવો?‘ જેના જવાબમાં યુવતી કહે છે, ‘રાવણ જેવો.’ જ્યારે કારણ પૂછવામાં આવ્યું તો યુવતીએ કહ્યું, ‘રાવણ સીતાજીને પસંદ કરતો હતો. રાવણે માતા સીતાને સ્પર્શ કર્યા વિના તેમનું અપહરણ કર્યું હતું. આજકાલ કળિયુગમાં જોવા જઇયે તો પુરુષોએ તેમના પાર્ટનર અને સમાજ ઉપર થોડું ડોમીનેશન રાખવુ જ જોઇયે.

યુવતી કહે છે રાવણે સીતાજીનું અપહરણ કર્યું હતું પરંતુ તે સીતાજીને સ્પર્શ કર્યા વિના લઈ ગયો હતો. તેમજ સીતાજી આટલા લાંબા સમય સુધી તેમની સાથે રહ્યા છતાં રાવણે તેમને ખોટો રીતે સ્પર્શ ન કર્યો. રાવણે સીતાજી તરફ ખોટી રીતે જોયું ન હતુ કે ખોટું વર્તન કર્યું ન હતું. તેથી જ હું મારા જીવનસાથીને આવા કળિયુગમાં રાવણ જેવો બનવા ઈચ્છું છું.‘

આ વીડિયો ઉપર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું કે,’કોઈએ સત્ય કહ્યું હતું કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે. એક સમય એવો હતો જ્યારે લખવામાં આવતું હતું કે “રામ પુરુષોમાં છે, સીતા સ્ત્રીઓમાં છે” અને હવે સમય આવી ગયો છે, “ન તો પુરૂષમાં કોઈ રામ છે અને ન તો નારીમાં કોઈ સીતા બચી છે!” સમય સમયની વાત છે!’

અન્ય એક યુઝરે કહ્યું, ‘રાવણે માતા સીતાને સ્પર્શ કર્યો ન હતો કારણ કે જો તેણે તેમને સ્પર્શ કર્યો હોત તો તે રાખ બની ગયો હોત. રાવણ શાપિત હતો.‘ અન્ય યુઝરે કહ્યું, ‘આ છપરી છોકરીઓ જાણીજોઈને સારી અને અલગ દેખાવા માટે આવું કહી રહી છે, તેમને રામ વિશે કંઈ ખબર પણ નથી.’

અન્ય યુઝરે કહ્યુ, ‘આ યુવતીઓ પાસે સોશિયલ મીડિયાનું જ્ઞાન છે, જેમાં શીખવવામાં આવે છે કે રાવણમાં લાખો બુરાઈઓ હતી પણ એક જ સારો ગુણ હતો! કે તેણે માતા સીતાને સ્પર્શ કર્યો નહતો!‘ છલ કપટથી કરવામાં આવેલા કાર્યનું કોઇ જસ્ટીફીકેશન નથી હોતું.‘

To Top