એક દિવસ બાર વર્ષનો નિહાર અને તેના દાદા ઘરમાં હતા, બાકી બધા બહાર ગયાં હતાં. દાદા તેમની રૂમમાં આરામ કરી રહ્યા હતા...
જૂના વખતમાં અખાડાની પ્રવૃત્તિઓ ધમધમતી, સાંજ પડે એટલે બાળક ૨-૩ ક્લાક મેદાન વચ્ચે ધમરોળાય, કબડ્ડી, ખો-ખો, લંગડી જેવી દેશી રમતોમાં બાળક શરીર...
બિહાર વિધાનસભાએ સર્વસંમતિથી અનામત સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે અનામતમાં નોંધપાત્ર વધારો કરવા...
ગાઝાના હમાસ સંગઠને ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યાર પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર લડાઇ શરૂ થઇ તે આજે એક મહિના કરતા...
સુરત: (Surat) પાલ ખાતે રહેતા ટ્રાવેર્લ્સને મ્યાનમારના નંબર પરથી આવેલા મેસેજ પર વિશ્વાસ કરી ગુગલ (Google) અને યુટ્યુબ પર સબસ્ક્રીપ્શન કરી કમિશન...
હથોડા: (Hathoda) કોસંબા પોલીસમથકની હદના કુંવારદા ગામે બાતમીના આધારે કોસંબાના નવા પીઆઈએ (PI) રેડ કરી વર્ષોથી ઇંગ્લિશ દારૂની (Alcohol) રેલમછેલ કરનાર બુટલેગરને...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વર્લ્ડ ફિશરીઝ...
સેલવાસ/દમણ: (Daman) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં (Swimming Pool) વાપીના કિશોરનું ડુબી જતા મોત થયું હતું....
અમદાવાદ: (Ahmedabad) ભારત દ્વારા આયોજિત ICC ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) એ ઘણા રેકોર્ડ બનાવ્યા. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે...
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) ક્રિકેટમાં નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમોનો ODI અને T20 ક્રિકેટમાં (Cricket) ઉપયોગ કરવામાં આવશે....
સુરત (Surat) : વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં (Surat Diamond Burse) આજે તા. 21મી નવેમ્બરના રોજથી હીરાનો વેપાર શરૂ...
નવી દિલ્હી: ભારતીય નૌકાદળ (Indian Navy) અને DRDOએ મંગળવારે સ્વદેશી રીતે વિકસિત નેવલ એન્ટી-શિપ મિસાઈલનું (NASM) સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ સીકિંગ...
નવી દિલ્હી: જાણીતી ઓનલાઈન એજ્યુકેશનની કંપનીના માલિક બાયજુસના (BYJUs) ઘર અને ઓફિસ પર EDએ દરોડા પાડ્યા ત્યાર બાદથી કંપનીની મુશ્કેલીઓ સતત વધી...
સુરત : થોડા દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોને નોકરી પરથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો,...
મુંબઇ: ટીવી ક્વીન અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરને (Ekta Kapoor) 51મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડથી (International Emmy Directorate Award)...
જાલોર: કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (RahulGandhi) મંગળવારે ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે રાજસ્થાનના (Rajashthan) જાલોર (Jalor) પહોંચ્યા હતા. અહીં તેમણે વર્લ્ડ...
સુરત: સુરતના મોસ્ટ વોન્ટેડ ઝોન (Wanted zone) તરીકે ગણાતા લિંબાયતમાં (Limbayat) અવારનવાર ચોરી, ધમકી, હુમલાઓની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હવે...
સુરત: ગણદેવીમાં સોમવારે (Monday) એક ચોંકાવનારી ઘટના બની હતી. કુમાવત (Kumavat) પરિવારની વહુની ગર્ભધારણ (Pregnancy) માટે સારવાર ચાલી રહી હતી. દરમિયાન પારિણીતાને...
કેનેડા: ખાલિસ્તાની (Khalistani) સમર્થકો અને હિંસાકીય પ્રવૃત્તિઓને લઈને ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. દરમિયાન ભારતીય મૂળના...
નવી દિલ્હી: ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચનો (ICMR) એક અભ્યાસનો રિપોર્ટ (Reports) સામે આવ્યો છે, જેમાં યુવાનોની અચાનક અને સમય પહેલા થતા...
મુંબઇ: ફેન્સ ‘સિંઘમ અગેઇન’ની (Singham Again) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘સિંઘમ’ ફ્રેન્ચાઈઝીની તમામ ફિલ્મો લોકોને ઘણી પસંદ આવી હતી. હવે ફરી...
દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં (Tunnel Accident) ફસાયેલા 41 મજૂરોના જીવ જોખમમાં છે. ઉત્તરકાશીના સિલ્ક્યારા ગામની સુરંગમાં 10 દિવસથી બચાવ અભિયાન (Rescue)...
ચેટ જીપીટીના સહસ્થાપક સેમ ઓલ્ટમેનને થોડા દિવસો પહેલાં ચેટ જીપીટીમાંથી કાઢી મૂકાયા બાદ તેમના ભવિષ્ય વિશે ચર્ચાઓ ચાલી રહી હતી, જેને માઇક્રોસોફ્ટના...
કપડવંજ : કપડવંજ તાલુકાના આંતરસુંબા ગામના મકાનમાં ઘરેલુ ગેસ લીકેજ થવાના બનાવમાં આગ લાગતાં આખું મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. જોકે...
આંકલાવ : આણંદના આંકલાવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દબાણ મામલે તંત્ર ધ્વારા ઢીલી નીતિ રીતિ રાખવામાં આવી હતી. પરંતુ આજે એકાએક જ...
ગોધરા: રાજ્યમાં માર્ગ અકસ્માતની (Accident) ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે ગોધરા-દાહોદ હાઇવે...
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના પૂજારીના પદ માટે 3000 ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી 200 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. મકરસંક્રાંતિ...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું એક સાંધે ત્યાં તેર તૂટે તેઓ ઘાટ સર્જાયો છે.રાયકા દોડકાથી આવતા લીલા પાણીનો વિવાદ માંડ શમ્યો છે.ત્યાં તો દોડકા...
વડોદરા: દેશવાસીઓ જે મહત્વપૂર્ણ સમયની રાહ જોઈ રહ્યા હતા.તે આવી ગયો હશે આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં એલ એન્ડ ટી સર્કલ પાસે નિર્માણ પામી રહેલી મસમોટી કન્સ્ટ્રક્શન અર્થ યુફોરિયા સાઇટના સાતમા માળ પરથી નીચ પટકાતા...
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
એક દિવસ બાર વર્ષનો નિહાર અને તેના દાદા ઘરમાં હતા, બાકી બધા બહાર ગયાં હતાં. દાદા તેમની રૂમમાં આરામ કરી રહ્યા હતા અને દાદાને એકલા મૂકીને બહાર રમવા જવાય નહિ એટલે નિહાર ઘરમાં ક્રિકેટ રમી રહ્યો હતો. અચાનક જરા જોરથી ફટકો લાગ્યો અને બોલ સીધો મમ્મીના ફેવરીટ ફ્લાવરવાઝ સાથે અથડાયો અને ફ્લાવરવાઝ તૂટી ગયું. નિહાર વિચારવા લાગ્યો કે મમ્મીને ખબર પડશે તો બહુ ખીજાશે.
એટલે તેને ફટાફટ ફેવી ક્વિક લઈને ફ્લાવરવાઝ જોડી દીધું અને બરાબર ગોઠવીને શાંતિથી હોમ વર્ક કરવા લાગ્યો. ફ્લાવરવાઝ તૂટવાનો અવાજ સાંભળીને દાદા બહાર આવ્યા અને જોયું કે નિહાર તૂટેલા ફ્લાવરવાઝને ફેવીક્વીકથી જોડી રહ્યો હતો.દાદાએ પૂછ્યું, ‘શું થયું દીકરા?’ નિહાર ખોટું બોલ્યો, ‘કંઈ નહિ દાદા, આ ફલાવરવાઝ પર ધૂળ હતી તે સાફ કરીને ફૂલ બરાબર ગોઠવતો હતો.’નિહાર ખોટું બોલ્યો તે દાદાને ગમ્યું નહિ.તેમણે નિહારને કહ્યું, ‘દીકરા, જરા મને પાણી આપ.’નિહાર પાણી લઈને આવ્યો.દાદાએ ફરી પૂછ્યું, ‘કૈંક તૂટવાનો અવાજ આવ્યો હતો ને?’નિહાર વળી ખોટું બોલ્યો, ‘ના, ના, દાદા આપણા ઘરમાં કોઈ અવાજ નથી થયો.
બહારથી આવ્યો હશે.’ નિહારને ફરી ખોટું બોલતાં સાંભળીને દાદા દુઃખી થયા.પણ પછી નક્કી કર્યું કે તેને સમજાવો તો પડશે જ કે ખોટું બોલાય નહિ જ.દાદા બોલ્યા, ‘નિહાર દીકરા, અહીં મારી પાસે બેસ અને મારી વાત સાંભળ.જીવનમાં કયારેય પણ કોઇ પણ ભૂલ થાય તો ભલે થાય…જે ભૂલ થઇ હોય તે કબૂલ કરી લેવી.કોઇ પણ માણસથી ભૂલ થાય તેમાં વાંધો નહિ.ભૂલ થાય તો તે સ્વીકારી લઈને તેમાંથી શીખવું જોઈએ કારણકે માણસ ભૂલ કરે તો જ શીખે અને આગળ વધે.પણ પોતાનાથી ભૂલ થાય તેને બધાથી છુપાવવી …સ્વીકારવી નહિ અને ભૂલ છુપાવવા ખોટું બોલવું તે સૌથી મોટો અપરાધ છે.
પહેલી ભૂલ માફીને લાયક હોય છે, પણ જો તે ભૂલ છુપાવવા એક પછી એક ખોટું બોલવામાં આવે તો તે બીજી મોટી ભૂલ થાય છે અને દંડનીય અપરાધ બની જાય છે.એકની એક ભૂલ વારંવાર ન કરવી ..ભૂલ થાય તો સ્વીકાર કરવો અને ભૂલ છુપાવવા ખોટું ક્યારેય ન બોલવું.’ દાદાની વાત સાંભળી નિહાર સમજી ગયો કે દાદાને ખબર પડી ગઈ લાગે છે કે હું ખોટું બોલી રહ્યો છું.તે રડવા લાગ્યો અને તરત દાદાને કહ્યું, ‘દાદાજી, મારાથી આ ફ્લાવરવાઝ તૂટ્યું પણ મમ્મીને ખબર ન પડે એટલે મેં તે ચીટકાવી ગોઠવી દીધું.
મેં મારી ભૂલ છુપાવી અને તમારી પાસે ખોટું બોલ્યો, મને માફ કરો.’દાદાએ કહ્યું, ‘દીકરા, કયારેય ખોટું બોલતો નહિ , ભૂલ છુપાવતો નહિ, સ્વીકારીને માફી માંગી લેજે તો તે ભૂલ માફીને લાયક રહે છે.મમ્મીને પણ સાચું કહી દેજે.’નિહારે મમ્મીને સાચી વાત જણાવી દીધી અને તેને ડર હતો કે મમ્મી ખીજાશે પણ મમ્મીએ, ‘દીકરા તેં ભૂલ સ્વીકારી લીધી અને સાચું બોલ્યો એટલે વાંધો નહિ.’એમ કહીને તરત માફ કરી દીધો.દાદાની વાત સાચી સાબિત થઈ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.