Vadodara

મેન્ટેનન્સની કામગીરીના પગલે 5 લાખલોકોને અસર : આજે પાણી નહી મળે

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું એક સાંધે ત્યાં તેર તૂટે તેઓ ઘાટ સર્જાયો છે.રાયકા દોડકાથી આવતા લીલા પાણીનો વિવાદ માંડ શમ્યો છે.ત્યાં તો દોડકા ફીડર લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. દોડકા ફીડર લાઈનમાં ભંગાણ થવાથી પૂર્વના લોકોને અસર થશે.રાયકા દોડકા પંપ બે વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યો હતો તેના કારણે ઉત્તર પૂર્વના પાંચ લાખ લોકોને પાણીની તકલીફ પડી હતી.શહેરના સમા, હરણી, ખોડીયાર નગર, વારસિયા, વાઘોડિયા રોડ, પ્રતાપ નગર, ગાજરાવાડી જેવા અનેક વિસ્તારોમાં પાણીની તકલીફ પડી શકે છે.

આ અંગે પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે આ મેન્ટેનન્સ ની સામાન્ય પ્રક્રિયા છે.જ્યારે જ્યારે પાણીમાં પ્રેશર વધે છે.ત્યારે વેલ્ડીંગ માંથી આ પ્રકારના લીકેજ થતા હોય છે જેનુ સમારકામ ચાલુ છે માત્ર ચાર કલાક માટે જ પાણીના કોક બંધ કરવામાં આવ્યા છે.જેની જાણ પ્રજાને અગાઉથી જ કરી દેવામાં આવી છે.ચાર કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે.પરંતુ જો મેન્ટેનન્સમાં વધુ સમય લાગશે તો પ્રભાવિત વિસ્તારોમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાશે.

નોંધનિય છે કે આ જ રાયકા દોડકા ફ્રેંચવેલ માંથી આવતા પાણીમાં કેમિકલ હોવાની બુમો ઉઠી હતી તે મામલો હજી માંડ સમ્યો છે ત્યાં ભંગાણની વાત સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે.દોડકાનો ફ્રેન્ચવેલ અને ડબલ્યુ ટીપી નો જે પાણી આવતી નલિકામાં વેલ્ડીંગ ભાગેથી લીકેજ થયું છે આ રેગ્યુલર મેન્ટેનન્સ ના કામ હોય છે જ્યારે પ્રેશરથી પાણી આવતું હોય ત્યારે નળીકામાં ભંગાણ પડતા હોય છે આ મેન્ટેનન્સનું કામ છે એટલે ચાર કલાકમાં પૂરું થઈ જશે તંત્રએ આગોતરા રૂપે જાણ કરી દીધી છે એટલે ચાર કલાક માટે આ પાણીના જે ઝોન છે એ ડીલે થશે અને વહેલી તકે કામ પૂરું કરી દેવામાં આવશે. આ સામાન્ય ભંગાણ છે પરંતુ ભંગારને રિપેર કરવું વેલ્ડીંગ કરવું એટલા માટે લાઈન બંધ કરવી પડે એ માટે પ્રજાને જાણ પણ કરી દેવામા આવશે.24 કલાક માટે બંધ નથી રહેવાનું ચાર કલાક માટે જોન ડીલે થતા હોય તો રાત્રે મોડે સુધી પણ પાણી આપવામાં આવશે ધીમે ધીમે કરીને અને તેમ છતાંય ઈમરજન્સી લાગશે તો ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે.

Most Popular

To Top