Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: આમ આદમી પાર્ટી (AAP) નાં કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી એ આજે ગુજરાત (Gujarat) નાં શિક્ષણ મંત્રી (EducationMinister) પ્રફુલભાઇ પાનશેરિયા ને (Praful Pansheriya) આડે હાથ લેતા એક પત્ર લખ્યો હતો. વિપક્ષના નેતાએ શિક્ષકોને બોરવેલના ખાડા શોધવાની જવાબદારી સોંપવાના શિક્ષણમંત્રીના આદેશનો વિરોધ કર્યો છે. આ સાથે જ પેજ પ્રમુખોને આ કામગીરી સોંપવા ટકોર કરી છે. અહીં વિપક્ષી નેતા ધર્મેશ ભંડારીના પત્રના અંશો પ્રસ્તુત છે.

  • ‘શિક્ષકો બોરવેલના ખાડા શોધે’, આવો આદેશ કરનાર શિક્ષણમંત્રીને વિપક્ષી નેતાએ આડેહાથ લીધા

આ પત્રમાં પૂર્વ વિપક્ષના નેતાએ લખ્યું હતું કે, આપની એક જાહેરાત અખબાર માં વાંચી, જેમાં શિક્ષકોએ ખુલ્લા બોરવેલ શોધવા અને તેને બંધ કરાવવા સેવા કાર્યમાં જોડાવવું. ગયા અઠવાડિયે એક બાળક બોરવેલમાં પડી ગયું હતું ,જેને સહી સલામત બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ રહ્યું, કદાચ તેને કારણે આપે શિક્ષકોને આ વધારાનું કામ કરવાની ફરજ પાડતું એક ફરમાન જાહેર કર્યું એ બહુ દુઃખદ વાત છે.

શિક્ષકો ની ઘટ પર કહેતા ધર્મેશ ભંડેરી એ જણાવ્યું કે, એક તો પહેલેથી જ સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે. સરકારી શાળાના શિક્ષણ ની ગુણવત્તા દિવસે ને દિવસે બગડતી જાય છે ત્યારે આવા તુઘલકી ફરમાનો કરવા કે “શિક્ષકો ખુલ્લા બોરવેલ ખોજે” એ શિક્ષક વર્ગનું અપમાન છે , વિશ્વની સૌથી મોટી કહેવાતી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાસે તો પેજ પ્રમુખોની બહુ મોટી ફૌજ છે તો એ ફૌજ ને જ કામે લગાડો. દર 30 મતદારોએ એક પેજ પ્રમુખ છે , એ પેજ પ્રમુખ ને આ જવાબદારી સોંપી ને શિક્ષકોને શિક્ષણ નું કામ કરવા દેવામાં આવે તો પણ તમારી ખુબ મહેરબાની એમ ધર્મેશ ભંડેરી એ શિક્ષણ મંત્રી ને જણાવ્યું હતું.

વધુમાં ધર્મેશ ભંડેરી એ જણાવતા કહ્યું કે, આપ શિક્ષણ મંત્રી છો. એક રાજકીય વ્યક્તિ છો ત્યારે વિદ્યાના ગુરુ શિક્ષકને એવી લાલચ આપવી કે હું પોતે ( શિક્ષણમંત્રી ) એ ખુલ્લા બોરવેલ ખોજનારા શિક્ષકને રૂબરૂ મળીને અભિનંદન પાઠવીશ. તમે એક શિક્ષક કે જે સમાજ ઘડતર માં મહત્વની ભૂમિકા અદા કરે છે એમને શું સમજો છો ! તમે એમ સમજો છો કે એ તમારી આવી લોભામણી વાતો માં આવી જશે અને એમનું મૂળ કામ શિક્ષણ છોડીને તમારા આ તુઘલકી ફરમાન ને માનીને ખુલ્લા બોરવેલ ખોજવા નીકળી પડશે એમ !

શરમ કરો શિક્ષણ મંત્રી શરમ કરો.. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ ને પોતાની જવાબદારી નું ભાન કરાવતા ધર્મેશ ભંડેરી એ કહ્યું કે, તમારી જવાબદારી રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લ્યાવવાની છે એ નિભાઓ.. આખા એક વર્ષ નો સમય વ્યતીત થય ગયો , તમારે તો તમારા એક વર્ષના કાર્યકાળ ને જાહેર કરવો જોઈએ કે આ એક વર્ષ દરમ્યાન આપે એક શિક્ષણમંત્રી તરીકે શું શું નવા કાર્યો કર્યા , કેટલી નવી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ મંજૂર કરી , કેટલી નવી કોલેજો અને યુનિવર્સિટીઓ મંજૂર કરવા તજવીજ હાથ ધરી તેવા વેધક પ્રશ્નો પણ ધર્મેશ ભંડેરી એ પૂછ્યા હતાં.

વધુમાં ધર્મેશ ભંડેરી એ કહ્યું કે, આ તો આપણું કામ જ નથી , આપનું કામ તો ગુજરાતની ભોળી જનતાને ભ્રમિત કરવાનું છે અને એ તમને બખૂબી આવડે પણ છે. આમ બોરવેલ શોધવાના શિક્ષણ મંત્રી નાં ફરમાન નો જવાબ આમ આદમી પાર્ટી નાં ધર્મેશ ભંડેરી એ ખુબ આક્રમક રીતે પત્ર લખીને આપ્યો હતો.

To Top