Madhya Gujarat

દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીઓની જગ્યા ખાલી

(પ્રતિનિધી) દાહોદ, તા.૪
દાહોદ જિલ્લા માં છેલ્લા ઘણા લાંબા સમય થી વર્ગ -1અને. વર્ગ -2 ની મહત્વની ગણાતી ખુરસી ખાલી હોય જે ખુરસી માં અન્ય અધિકારીઓ ને ચાર્જ આપી વહીવટી કામગીરી કરાતી હોવાનું ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લા પંચાયત કચેરી માં આખા જિલ્લા નું નાણાકીય વહીવટી સંચાલન કરતી કચેરી માં હિસાબી અધિકારી વર્ગ -1 ની જગ્યા છેલ્લા આશરે દોઢ વર્ષ થી ખાલી છે. જયારે હિસાબી અધિકારી શિક્ષણ વર્ગ -2 ની જગ્યા પણ દોઢેક વર્ષ થી ખાલી છે. જિલ્લા તિજોરી અધિકારી વર્ગ – 2 ના અધિકારી હાલમાં હિસાબી અધિકારી વર્ગ -1 નો ચાર્જ સંભાળી રહ્યા હોવાની જાણકારી મળી છે.જયારે આંતરિક અન્વેશણ અધિકારી વર્ગ -2 ની જગ્યા પણ છેલ્લા ત્રણ વર્ષ થી ખાલી છે જે જગ્યા હાલમાં વર્ગ -3 ના કર્મચારી સંભાળી રહ્યા છે. જિલ્લા ની ખાસ અતિ મહત્વની શાખા જે હિસાબી શાખા કહી શકાય અને આ કચેરી માં આખા જિલ્લા ની નાણાકીય વહીવટી કામગીરી થતી હોય છે પરંતુ ખાલી પડેલી જગ્યા ના કારણે નાણાકીય હિસાબો ની કામગીરી ઠપ્પ થઈ જતા ઘણીવાર કોન્ટ્રાકટરોના અને ખાનગી એજન્સીઓના બીલો લાંબા સમય માટે પેન્ડિંગ રહી જતા હોય છે જેને કારણ કોન્ટ્રાકટરો અને એજન્સી સંચાલકો ને નાણાકીય આર્થિક કટોકટી ભોગવવું પડતું હોય છે. બિન સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ આંતરિક અન્વેશણ ના નામે જિલ્લા માં થતા કરોડો રૂપિયા ના કામો માટે તાલુકા પંચાયત માં પડતા ખર્ચા તેમજ તમામ ગ્રામપંચાયત પર પડતા ખર્ચ ના પ્રિ ઓડિટ ના નામે સરપંચો, તલાટીઓ અને ખાનગી એજન્સીવાળા ઓ પાસેથી મોટી રકમ ની પણ વસુલાત થતી હોવાનું જાણવા મળ્યું છે.જયારે પ્રિ ઓડિટ ના બીલો ક્રોન્ટ્રાકટરો અને એજન્સી વાળાઓ પાસેથી અમુક વચેટિયાઓ દ્વારા ટેબલ નીચે ના વહેવારો કરવાથી તરતજ રેકોર્ડ વગર પ્રિ ઓડિટ થઈ જતું હોવાનું પણ જાણવા મળેલ છે.

Most Popular

To Top