Top News

More Posts

   The Latest

Most Popular

શહેરમાં બી.આર.ટી.એસ.ની બસોના અકસ્માતની ઘટના વારમવાર અકસ્માત જોવા, સાંભળવા અને દૈનિક પેપરોમાં વાંચવા મળતી હોય છે. હાલમાંજ કતારગામ અનાથ આશ્રમ ની પાસે બી.આર.ટી.એસમાં બસ ડ્રાઈવરે એક વરિષ્ઠ નાગરિકને અડફેટમાં લઈ લાધા હતા તેમની હાલત ખુબજ નાજુક હતી. હવે અહીં ગંભીર અને સમજવા જેવો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બી.આર.ટી.એસ.ના ડ્રાઈવરો બસો બેફામ ચલાવે છે. ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન થતું નથી તો ભવિષ્યમાં આવી દુઘટનાઓ શહેરમાં ફરી નહી બને એ માટે બી.આર.ટી.એસ.ના સંચાલકો શહેરની પ્રજાના પ્રશ્નમાં જાગૃત થાય અને આ અંગે જરૂરી એવી કાર્યવાહી કરે.
સુરત     – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મફતનું જોઈએ કે મહેનતનું!
આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ઘણાપક્ષો પોતાના ચુંટણી ઢંઢેરા મા પ્રજાને વીજળી પાણી મફતમાં આપવાની વાત કરે છે ખેડુતો નુ દેવું માફ કરવાની વાત કરે છે ગેસ સીલીન્ડર 500રૂપિયા માં આપવાની લોભામણી જાહેરાત કરેછે તો આ રૂપિયા આવશે ક્યાંથી ? આમજ મફતનુ આપશો તો સરકાર કેવી રીતે ચલાવશો? સૌથી મહત્વની વાત તો એ છે કે સરકાર ને રૂપિયા પ્રજા ના ટેક્સ થી મળે છે જ્યારે નેતાઓ ચૂંટાઈને આવે છે ત્યારે આ ટેકસના રૂપિયા કોઈ નેતાની જાગીર નથી થઈ જતા કે તમો આવી રીતે સત્તા હાંસલ કરવા મફતીયા વચનો આપી પ્રજાના રૂપિયાની પાયામાલી કરો. પ્રજાને મફત નુ નહીં પણ રોજગાર આપો સરકાર પ્રજા ને રોજી આપશે તો મહેનત કરી ખાનારી પ્રજા ને મફતનું લેવની કે હાથ ફેલાવવાની કોઈ જ જરૂર નથી
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top