વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું કે ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ બજેટની સામાન્ય સભામાં આવ્યાસામાન્ય સભામાં બોટકાંડનો મુદ્દો ન ઉઠે તે...
વડોદરા તા.16વડોદરાના પદમલા ગામની સરકારી શાળામાં બાળકચોર મહિલા આવી હોવાની વાત ફેલાતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઇ હતી. માતા પિતા સહિતના પરિજનો પોતાના...
વડોદરા તા.16શહેરના સૌથી મોટા હોલસેલ કરિયાણા માર્કેટમાં ગુરુકૃપા ટ્રેડર્સ તથા રાધિકા મસાલા શોપ સહિતના મસાલાની દુકાનોમાં એસઓજી અને ફુડ એન્ડ ડ્રગ વિભાગે...
વડોદરા, તા.16વધુ એક વખત વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી છતી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તાર સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઈ રહેલા ઈંટો ભરેલી...
સંજેલી તા.૧૬સંજેલી તાલુકા ની ટીશાના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં 200 જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે....
દાહોદ તા.૧૬દાહોદ શહેરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે આસપાસની ગ્રામીણ અશિક્ષિત મહિલાઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવવામાં માટે પડાપડી થઈ રહી છે. સવારથી...
સિંગવડમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે સી.ડી.પી.ઓને આવેદન પત્રસિંગવડ તાલુકા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની પડતર માંગણીને લઈને ઘણા ટાઈમથી...
મહિલાને કામ અપાવવાનુ કહીને ત્રણ શખ્સો રિક્ષામાં બેસાડી લઇ ગયા બાદ બળાત્કાર ગુજાર્યોસ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ સહિતના વિવિધ ટીમોએ આરોપીઓને ગણતરીના કલાકોમાં...
વિશ્વમાં અનેક રોગ છે પરંતુ જો કોઈ સૌથી મોટો રોગ હોય તો તે કેન્સર છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યા...
પાકિસ્તાનમાં એક માત્ર પરિબળો જે સુસંગત રહ્યા છે તે છે હાસ્યાસ્પદ ચૂંટણીઓ અને રાજકીય બાબતોમાં સેનાનું વર્ચસ્વ. દેશમાં ઘટનાક્રમનો નવીનતમ રાઉન્ડ કોઈ...
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા નામોની પસંદગી થઇ છે એનાથી ફરી એકવાર આશ્ચર્ય સર્જાયું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ...
રાજકોટ(Rajkot) : હાલમાં રાજકોટ ખાતે ઈંગ્લેન્ડ (England) સામે ચાલી રહેલી ટેસ્ટ (Test) મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીને આઉટ કરી ટેસ્ટ...
એક દિવસ એક સાધુ પોતાના બે શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા.એક ગામના મંદિરમાં તેઓ રાતવાસો કરવા રોકાયા.બીજે દિવસે...
મોટી માંદગી, બિમારી ની સારવાર માટે, વ્યક્તિ ટુકડે ટુકડે થોડી ઘણી બચત કરી મેડિકલેમ માટે વાર્ષિક પ્રિમિયમ નું આયોજન કરે છે. પણ...
ઉપરોક્ત વાક્ય રચનામાં એવું તારતમ્ય નિકળે છે કે કોઈ પણ કામ કરવામાં સાવધાની રાખવી બહુ જરૂરી છે. જો થોડી પણ ચૂક થાય...
તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રાજકોટની મેચમાં ભારતના વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને ટેસ્ટ કેપ મળી. આ યુવા ખેલાડીની કહાની રસપ્રદ છે. પિતા...
ભારતના ન્યાયતંત્રમાં દેર છે, પણ અંધેર નથી. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને તેના શરૂ થયાનાં લગભગ ૬ વર્ષ પછી ગેરબંધારણીય જાહેર કર્યું છે....
નવી દિલ્હી: ખેડૂતોના (Farmers) આંદોલનનો આજે પાંચમો દિવસ છે. દિલ્હી (Delhi) તરફ કૂચ નહીં કરવાની ખેડૂતોની ખાતરી આપી હતી. તેમ છતા શંભુ...
વોશિંગ્ટન: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ન્યૂયોર્કની એક કોર્ટે ટ્રમ્પને છેતરપિંડીના કેસમાં સજા સંભળાવી છે. કોર્ટે...
કોલકાતા: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ગઇકાલે શુક્રવારે બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારને (Sukant Majumdar)...
મસાલામાં મિલાવટ તથા ડુપ્લિકેટ સામાન વેચતા હોવાની માહિતી મળતા રેડ ડુપ્લીકેટ મરચાના પેકેટો મળ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું પ્રતિનિધિ વડોદરા તા.16શહેરનાહાથીખાના...
સુરત(Surat): સુંદર લાંબા વાળ (Hair) એ સ્ત્રીઓની ઓળખ છે. લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ક્યારેય તે વાળને કપાવવાનું પસંદ કરતી નથી, પરંતુ સુરતના...
સુરત(Surat): અંધ (Blind) વ્યક્તિ માટે કોઈની પણ મદદ વિના લખવું શક્ય નથી. એટલે જ અંધ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદનીશ આપવામાં આવતા હોય છે,...
સાયણ(Sayan): ખેડૂત (Farmers) સંગઠનો દ્વારા શુક્રવારે અપાયેલા ‘ભારત બંધ’ (BharatBandh) ના એલાનને પગલે ઓલપાડ (Olpad) તાલુકાના દેલાડ પાટીયા પાસે ખેડૂતો દુકાનો બંધ...
રાજકોટ: ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને લોકલ બોય રવિન્દ્ર જાડેજાની સદીની મદદથી 445...
ભરૂચ (Bharuch) : ગુજરાતમાં (Gujarat) 11 નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ (GreenFieldAirport) બનાવવામાં આવશે. આ 11 એરપોર્ટનું નિર્માણ આગામી 5 વર્ષમાં પૂર્ણ કરીને...
સુરત(Surat) : છેલ્લાં ત્રણ ચાર દિવસથી દિલ્હીની (Delhi) બોર્ડર પર પંજાબના ખેડૂતોએ (Farmers) હંગામો મચાવ્યો છે. દિલ્હી કૂચ પર નીકળેલા ખેડૂતો વિવિધ...
મુંબઈ: મુંબઈ એરપોર્ટ (MumbaiAirport) પરના સ્ટાફની બેદરકારીને લીધે દુ:ખદ ઘટના બની છે. અહીં એરપોર્ટના સ્ટાફે 80 વર્ષીય વૃદ્ધને વ્હીલચેર (Wheel Chair) આપવાની...
બિકાનેર: રાજસ્થાનના (Rajshthan) બિકાનેરમાં (Bikaner) આજે સવારે એક ભયાનક અકસ્માત (Accidnet) સર્જાયો હતો. ભરતમાલા રોડ પર ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કર...
રાજકોટ: રાજકોટ ટેસ્ટમાં ( RajkotTest) ભલે ભારતીય ક્રિકેટ (IndianCricket) ટીમનો પ્રથમ દાવ પૂરો થયા પહેલાં અને ઈંગ્લેન્ડના (England) ખેલાડીઓ બેટિંગ પર ઉતરે...
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું ગોડાઉન પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
18 લાખ મતદારો મૃત્યુ પામ્યા
સત્તા સામે સત્યનો વિજય, કોંગ્રેસની પદયાત્રા
સ્વાયત સંસ્થાઓને ₹૨૮૦૦ કરોડના ચેકનું વિતરણ
વડોદરા કલેકટર ઓફિસમાં RDX મુક્યાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આજથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં, પ્રદૂષણ સામે કડક પગલાં લેવાયા
કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો
સંગમ ચાર રસ્તા નજીક બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટથી આગ
દાહોદમાં પાન પાર્લર અને ચાની દુકાનો પર પોલીસના દરોડા
નેશનલ હાઈવે નં. 48 પર લક્ઝરી બસ પલટી, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
સૌથી સુંદર ભેટ
સરકાર ટેલિકોમ કંપનીઓની ઈજારાશાહી નહીં તોડે તો ગ્રાહકોના ખિસ્સા ખાલી થઈ જશેે
H-1B વિઝા વિવાદ: અમેરિકન મજૂર વર્ગની લડત કે કોર્પોરેટ લોભ?
તંત્ર સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા સજ્જ છે
વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું કે ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ બજેટની સામાન્ય સભામાં આવ્યા
સામાન્ય સભામાં બોટકાંડનો મુદ્દો ન ઉઠે તે માટેની અગાઉથી જ તાકીદ રખાઈ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 16
વડોદરા મહાનગરપાલિકાની બજેટ મંજૂર કરવા માટેની વિશેષ સામાન્ય સભાનો શુક્રવારથી પ્રારંભ થયો. સામાન્ય સભામાં વડોદરાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભાજપના શહેર પ્રમુખ વિજય શાહ વ્યૂઇંગ ગેલેરીમાં હાજર રહ્યા હતા. અને બપોર બાદ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વીજ જોષી પણ આવ્યા. ત્યારે ભાજપના શહેર પ્રમુખ મોનિટરની ભૂમિકામાં વ્યૂઇંગ ગેલેરીમાં આવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બજેટલક્ષી સામાન્ય સભામાં હરણી બોટકાંડનો મુદ્દો ન ઉઠે તે માટેની અગાઉથી જ તાકીદ કરાઈ હતી ત્યારે શહેર પ્રમુખની હાજરી સૂચક બની રહી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે સૌથી હાલ સુધીનું સૌથી મોટું 5 હજાર કરોડ ઉપરનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેની મંજૂરી માટેની વિશેષ સામાન્ય સભાનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. સંભવતઃ 19 ફેબ્રુઆરી સુધીમાં આ બજેટ મંજૂર કરી દેવામાં આવશે. સભામાં સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી દ્વારા સ્થાયી સમિતિ દ્વારા મુકાયેલા સૂચનો રજુ કર્યા હતા અને ત્યાર બાદ તમામ વોર્ડના સભ્યો દ્વારા બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 20 ફેબ્રુઆરી પહેલા નિયમ મુજબ કર – દર મંજૂર કરી દેવાના હોય છે. શુક્રવારના રોજ સભા શરુ થાય તે પહેલા ભાજપના શહેર પ્રમુખ ડો વિજય શાહ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા હતા. અને તેઓએ વ્યૂઇંગ ગેલેરી ખાતેથી સભાની કામગીરી નિહાળી હતી. વડોદરાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ શહેર પ્રમુખ બજેટની સામાન્ય સભામાં હાજર રહ્યા હોય તેવું બન્યું છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.
અગાઉ પણ મળેલી સામાન્ય સભામાં હરણી બોટકાંડના મુદ્દે ખુદ ભાજપના જ કોર્પોરેટર વિરોધ નોંધાવી ચુક્યા છે અને કાઉન્સિલરો દ્વારા જ લગતા વળગતા સામે પગલાં ભરવાની માગણી કરવામાં આવી હતી ત્યારે તેઓને સભા પહેલા મળેલી સંકલનની બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી કે બજેટની સભામાં આ મુદ્દો ન ઉઠાવે. જો કે આશિષ જોષીએ પ્રમુખને એમ પણ પૂછ્યું હતું કે તો અમારે રજૂઆત ક્યાં કરવી? ત્યારે બજેટની સભામાં મુદ્દો ભટકી ન જાય અને હરણી બોટ દુર્ઘટનાનો મુદ્દો ન ઉછળે તે માટે દબાણ બનાવવા પણ શહેર પ્રમુખ હાજર રહ્યા હોવાની ચર્ચા છે.
તાજેતરમાં જ સી.આર.પાટીલ દ્વારા ચૂંટાયેલા સભ્યોને સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે સંગઠન જ સર્વોચ્ચ છે ત્યારે પાલિકાની બજેટની સામાન્ય સભામાં પણ તેની અસર જોવા મળી હતી. સભામાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષી પણ મોડે મોડેથી જોડાયા હતા અને વ્યૂઇંગ ગેલેરીમાંથી સભાની કામગીરી નિહાળી હતી.
