World

USA: ‘ડોનાલ્ડ ટ્રમ્પે સિવિલ ફ્રોડ કેસમાં 29.46 અબજ રૂપિયા ચૂકવવા..’, ન્યૂયોર્ક કોર્ટનો મોટો નિર્ણય

વોશિંગ્ટન: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ન્યૂયોર્કની એક કોર્ટે ટ્રમ્પને છેતરપિંડીના કેસમાં સજા સંભળાવી છે. કોર્ટે (Court) તેમને 355 મિલિયન યુએસ ડોલર (ભારતીય ચલણમાં લગભગ 29.46 અબજ રૂપિયા)નો દંડ (Penalty) ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ અને તેમના પુત્રોને સજા (Punishment) ફટકારી છે અને તેમને દંડ ફટકાર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોર્ટે સિવિલ ફ્રોડ કેસમાં ટ્રમ્પ વિરુદ્ધ 90 પાનાનો ચુકાદો આપ્યો છે. નિર્ણય અનુસાર કોર્ટે ટ્રમ્પને ન્યૂયોર્ક સ્થિત કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરવા પર રોક લગાવી છે. તેઓ ત્રણ વર્ષ સુધી કંપનીના ડિરેક્ટર તરીકે સેવા આપી શકશે નહીં. ટ્રમ્પની સાથે કોર્ટે તેમના બંને પુત્રોને પણ સજા સંભળાવી છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પને ચાર મિલિયન યુએસ ડોલરનો દંડ ફટકાર્યો છે.

આ સાથે જ ટ્રમ્પના બંને પુત્રો બે વર્ષ સુધી ન્યૂયોર્કની કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરી શકશે નહીં. જણાવી દઈએ કે અગાઉ ટ્રમ્પ અને તેમના પુત્રો તેમની સંપત્તિમાં થયેલા જંગી વધારા માટે જવાબદાર હોવાનું જણાયું હતું. નોંધનીય છે કે ટ્રમ્પ અને તેમના પુત્રો પહેલાથી જ કોઈપણ ગેરરીતિમાં સામેલ હોવાની ના કરી ચૂક્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.

બે મહિના સુધી સુનવણી ચાલી
એટર્ની જનરલની ઓફિસે જજને વિનંતી કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પને 370 મિલિયન યુએસ ડોલર ચૂકવવા કહે છે. જોકે કોર્ટે ટ્રમ્પને 354.8 મિલિયન યુએસ ડોલરનો દંડ ફટકાર્યો હતો. આ કેસની સુનાવણી બે મહિનાથી વધુ સમય સુધી ચાલી હતી. જેમાં ટ્રમ્પ, ટ્રમ્પની કંપનીના ટોચના અધિકારીઓ અને ટ્રમ્પના બાળકો સહિત 40 સાક્ષીઓ કોર્ટમાં હાજર હતા.

ટ્રમ્પના વકીલે આ નિર્ણયને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો
અગાઉ કોર્ટે કંપનીના પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર એલન વેસેલબર્ગને પણ 10 લાખ યુએસ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેના પર ત્રણ વર્ષ સુધી કંપનીમાં કામ કરવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. ટ્રમ્પના વકીલના જણાવ્યા અનુસાર, એલિના હબ્બાએ આ નિર્ણયને ન્યાયની વિરુધ્ધ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ આદેશ રાજકીય પ્રેરિત છે. આ ઓર્ડર ટ્રમ્પને નીચે લાવવાનો પ્રયાસ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

Most Popular

To Top