‘આપણા સમાજ’ પર એક સમાજશાસ્ત્રી સંશોધન કરી રહ્યા હતા.ઘણા લોકોને મળ્યાં.ઘણાં પુસ્તકો વાંચ્યાં.ઘણી જગ્યાઓ પર ફર્યા.ગામડાથી લઈને શહેર સુધી બધા સમાજનો અભ્યાસ...
ગ્લોબલ વોર્મિંગ આજની એક ભયંકર સમસ્યા છે. આખા વિશ્વમાં તેને કારણે હવામાન પરિવર્તન થઇ રહ્યું છે. પૃથ્વી પરના હિમશિખરો તેને કારણે પીગળી...
ભાજપના ટોચના પદાધિકારીઓએ લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી અને તેમના વિચારોને મજબૂત રીતે નિશાન બનાવવાનું નક્કી કર્યું છે, જે 21 એપ્રિલે વડાપ્રધાનના...
સર્વોદય પરિવારના ઉપક્રમે અમરેલી ખાતે ગાંધીમેળો યોજાઈ ગયો જેમાં રચનાત્મક સંસ્થાના કાર્યકરોએ ભાગ લીધો. “ગાંધીજીના ગ્રામસ્વરાજ્યના વિચારોને આધુનિક સંદર્ભમાં વિચારવા” તે સંમેલનનો...
મોબાઈલ યુગમાં માનવીનો આહાર-વિહાર બગડ્યો. જંકફુડ-ફાસ્ટફુડ અને અખાદ્ય ખોરાકને કારણે અપમૃત્યુના કેસમાં વધારો થયો છે. શરીરની અને મનની તંદુરસ્તી ન જાળવીએ તો...
જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની કલાપીજીની ક્ષમાયાચના સાથે હવે અમને કહેવા દો કે જયાં જયાં નજર આપણી ઠરે...
નરેન્દ્ર મોદી જાણે ઇન્દિરા ઇઝ ઇન્ડિયાની યાદ અપાવે છે. લોકસભાની 543 બેઠકો પર ઉમેદવાર કોઇ પણ હોય ચહેરો તો મોદીનો જ છે....
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે મતદાન નજીક આવી રહ્યું છે, તેમ તેમ ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી સભાઓ કરવામાં આવી રહી છે....
મંદિરના ભક્તો સહિતના લોકોએ પોલીસને ઘેરી લીધી, એક તબક્કે શોભાયાત્રા પણ રોકવી પડી (પ્રતિનિધિ) વડોદરા તા.23 હનુમાન જયંતિ નિમિતે શહેરમાંથી શોભાયાત્રા નીકળનારી...
પ્રેગનેન્સીમાં મુશ્કેલી હોવાના કારણે બે દિવસથી સુભાનપુરાની બાલાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી મહિલા બાલાજી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવતા આખરે પેનલ પોસ્ટમોર્ટમ...
(પ્રતિનિધિ) ડાકોર તા. 23ચૈત્રી પૂર્ણિમાના અવસરે યાત્રાધામ ડાકોરના ઠાકોરને આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા. પરોઢિયે મંગળા આરતી બાદ ઠાકોરજીને કેસર સ્નાન...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો (પ્રતિનિધિ) બોરસદ તા.23 બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં રહેતો શખ્સ છેલ્લા કેટલાક સમયથી...
ગાંધીનગર: (gandhinagar) પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ (Shatriya Samaj) વચ્ચેનો વિવાદ હવે વધુ આક્રમક બન્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલન પાર્ટ-ટુ...
ગાંધીનગર: (Gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર શરૂ કરવામાં આવે તે પહેલા પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા...
પુરપાટ ઝડપે જતી કારે ઓવરટેકની લ્હાયમાં અન્ય કાર અને બાઇકને હડફેટે ચડાવ્યા વીરપુરના રતનકુવા પાટીયાથી આગળ પુરપાટ ઝડપે જતી કારે ઓવર ટેક...
માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદી કરવાનો આગ્રહ રાખવો લાયસન્સ ધરાવતા ન...
વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ગામમાં પરિણીતાને તેના પિયરમાં જ ગળું દબાવી હત્યા (Murder) કર્યાનો હિંચકારો બનાવ બન્યો છે. ગતરોજ અબ્રામા ખાતે રહેતી...
બીલીમોરા: (Bilimora) નવસારી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી બીલીમોરાની પરિણીતાને સુરતના ડોક્ટર (Doctor) પતિ અને સાસુ સસરાએ હોસ્પિટલ બાંધવા પિયરની જમીન...
સ્ટ્રીપ્સ લગભગ 7 થી 8 મીમી પહોળી છે અને એક ચોક્કસ અંતરે તેને રાખવામાં આવશે ( પ્રતિનિધિ ) વડોદરા તા.23 અમદાવાદ વડોદરા...
નવી દિલ્હી: (New Delhi) ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા લોકોને કન્ફર્મ ટિકિટ (Confirm Ticket) મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર...
એસઓજી પોલીસની ટીમે વડોદરા લાવ્યા બાદ રાવપુરા પોલીસને સોંપ્યો ઘણા લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી કરોડોમાં નવડાવ્યાં હતા (પ્રતિનિધિ ) વડોદરા તા.23...
વડોદરાના તાંદલજા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા છેલ્લા 6 મહિનાથી છે. 5 ચેમ્બર બેસી જતા લોકોના ઘરમાં શૌચાલયમાં પાણી ઉભરાઈ રહ્યા છે. અનેકવિધ...
શહેરમાં પીવાના પાણીનો વેડફાટ પુનઃ એક વખત સામે આવ્યો છે. સમા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી ગટરમાં વહી...
ઈન્ડોનેશિયામાં (Indonesia) એક ચીની મહિલા સાથે દર્દનાક અકસ્માત થયો હતો. ચીનની એક મહિલા જ્વાળામુખીમાં (Volcano) પડીને મૃત્યુ પામી હતી. મહિલા ફોટો પડાવતી...
ગાઝીપુરઃ (Ghazipura) યુપીના ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના (Mukhtar Ansari) વિસેરા રિપોર્ટ પર તેમના મોટા ભાઈ અને સપાના ઉમેદવાર અફઝલ અન્સારીનું મોટું નિવેદન સામે...
પશ્ચિમ બંગાળના (Bengal) મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીના (Ram Navmi) દિવસે થયેલી હિંસા અંગે કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta HC) અરજી દાખલ કરવામાં આવી હતી....
બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં કસ્ટમ અધિકારીઓએ એક તસ્કરની ધરપકડ કરી હતી, જે...
મુંબઈ, સુરત: (Mumbai, Surat) મુંબઈ હાઇકોર્ટે (High Court) દાઉદી વોહરા સમુદાયના નેતા તરીકે સૈયદના મુફદદલ સૈફુદ્દીનના પદને સમર્થન આપ્યું છે. ચુકાદાથી સમુદાયના...
નવી દિલ્હી: વર્ષ 2023માં પોતાની સેના (Army) પર સૌથી વધુ ખર્ચ (Spend) કરનારા દેશોની યાદી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે ફરી એક...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
‘આપણા સમાજ’ પર એક સમાજશાસ્ત્રી સંશોધન કરી રહ્યા હતા.ઘણા લોકોને મળ્યાં.ઘણાં પુસ્તકો વાંચ્યાં.ઘણી જગ્યાઓ પર ફર્યા.ગામડાથી લઈને શહેર સુધી બધા સમાજનો અભ્યાસ કર્યો. તેમણે પોતાનું સંશોધન કર્યા બાદ તારવણી લખવાનું શરૂ કર્યું.તેમના અવલોકન મુજબ સમાજમાં ચારે બાજુ અસમાનતા છે અને આ અસમાનતાઓ ઘણી સમસ્યા સર્જે છે.અસમાનતા જાતિભેદ,વર્ણભેદ, આર્થિક ભેદ,ધર્મભેદની તો છે જ સાથે સાથે ભણતર, ગણતર, સંસ્કારોમાં પણ અસમાનતા છે. એમણે અનેક ઉદાહરણો સાથે આ અસમાનતાઓ સમજાવી અને શક્ય હોય ત્યાં ઉકેલ પણ લખ્યા.
આગળ હવે તેમણે વાત કરી કે સમાજ બને છે તેમાં રહેતાં માણસોથી એટલે સમજીએ સમાજમાં માનવીય સુખ અને દુઃખની,લોકોની લાગણીઓની અને ઇચ્છાઓની. સમાજશાસ્ત્રીએ એક એકદમ ચોંકાવનારું વાક્ય લખ્યું કે સમાજમાં અમુક લોકો દુઃખી અને અમુક સુખી કે વધારે દુઃખી અને ઓછાં સુખી જેવું કંઈ જ નથી, કારણ કે સમાજમાં બધા દુઃખી જ છે.સુખી કોઈ નથી.તેનું પહેલું કારણ છે કોઈને સુખી થવું નથી અને બીજાને સુખી થવા દેવા નથી. તેમના એક ઇન્ટરવ્યુમાં એક પત્રકારે પૂછ્યું, ‘સર , આપે લખ્યું છે કે બધા દુઃખી જ છે એવું તારણ તમે કઈ રીતે કાઢ્યું.’ સમાજશાસ્ત્રીએ કહ્યું, ‘પત્રકાર દોસ્ત, શું તમે આજે અત્યારે આ ઘડીએ મને પ્રશ્ન પૂછીને સુખી છો કે મનમાં આ કામ નહિ પણ એસી કેબીનમાં બેસી તમે જે મેગેઝીન માટે લખો છો તેના માલિક બનવા ઈચ્છો છો?’
પત્રકાર બે ઘડી કંઈ બોલી ન શક્યો. પછી તેણે કહ્યું, ‘પણ સર , જીવનમાં વધુ આગળ વધવા માટે વિચારવું કંઈ દુઃખ થોડું છે?’ સમાજશાસ્ત્રીએ કહ્યું, ‘ના..ના ..હું એમ નથી કહેતો કે તમે દુઃખી છો ..પણ સુખી તો નથી જ, કારણ કે તમારા મનમાં અનેક બાકી રહેલી ઇચ્છાઓ છે.દરેક માણસ દુઃખી છે કારણ કે તેની બધી ઇચ્છાઓ પૂરી થતી નથી અને આ અગણિત ઇચ્છાઓ સૌથી મોટું કારણ છે.બીજું કારણ છે અકારણ ઈર્ષ્યા.બધા કોઈની અને કોઈની ઈર્ષ્યા કરે જ છે અને દુઃખી રહે છે અને દુઃખી કરે છે.આપણા સમાજમાં બધાને પોતાની પાસે જે છે તે ઓછું લાગે છે અને બીજા પાસે છે તે જોઈએ છે.જેની પાસે પૈસા છે તેને પ્રેમ જોઈએ છે.ભરપૂર પ્રેમ છે તેને પૈસા ઓછા પડે છે.
પ્રેમ અને પૈસા બંને છે તો કોઇ કારણસર ઘરમાં કંકાસ છે તેને શાંતિ જોઈએ છે.જેની પાસે પૈસા છે.પ્રેમ છે.પરિવાર છે …શાંતિ પણ છે.તેમને આવું સરળ …શાંત કોઈ મુશ્કેલી વિનાનું જીવન બોરિંગ લાગે છે એટલે તેમને કોઈ બીજાને હેરાન કરવા છે.આમ સમાજમાં બધા જ કોઈ ને કોઈ વસ્તુ પાછળ દોડે છે. દરેકને પોતાના જીવનમાં કંઇક તો ખૂટતું લાગે જ છે એટલે મેં લખ્યું છે કે ‘બધા દુઃખી જ છે…’ અને આગળ જોડું છું કે સુખી થવાનું માણસના પોતાના હાથમાં છે અન્ય કોઈ વસ્તુ ..વ્યક્તિ કે સ્થિતિ પર નહિ.’ સમાજશાસ્ત્રીએ પોતાના અવલોકનને આધારે સચોટ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.