Top News

More Posts

   The Latest

Most Popular

નવા વર્ષના પહેલા મહિનામાં જ ધર્મા પ્રોડક્શન માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગયા વર્ષે સુશાંત રાજપૂતના મૃત્યુ બાદ કરણ જોહરને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રૂપ ધર્મા પ્રોડક્શનનો 30% હિસ્સો ખરીદવા જઈ રહી છે. ધર્મા પ્રોડક્શને ગયા વર્ષે કોર્નરસ્ટોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી અને લાઇકા પ્રોડક્શન જેવી મોટી કંપનીઓ સાથે ડીલ કરી છે.

આ વર્ષમાં ધર્મા પ્રોડક્શન મોટી ફિલ્મો સાથે આવી રહ્યું છે. જેમાં તખ્ત, બ્રહ્માસ્ત્ર, દોસ્તાના 2, જુગ જુગ જીયો, ફાઈટર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બીગ સ્ટાર્સ આ સાથે ફિલ્મો આવી રહી છે. અદાણી ગ્રૂપની આ ડીલ ધર્મા પ્રોડક્શન માટે પણ ફાયાદાકરણ રહેશે. પરંતુ આ વિષય પર ધર્માના CEO અપૂર્વ મહેતા તરફથી કોઈ જવાબ નથી આવ્યો.

બોલીવૂડ હંગામાના રીપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપની નજર હવે બોલીવૂડ ઇન્ડસ્ટ્રી પર છે. એક સુત અનુસાર અદાણી ગ્રૂપના મેનેજમેન્ટે ધર્મા પ્રોડક્શન સાથે ડીલ કરવાનો નિર્ણય કર્યો છે. મળેલી માહિતી અનુસાર અદાણી ગ્રૂપ 30% હિસ્સેદાર બનવા માંગે છે.

To Top