વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની...
ચીનના વિસ્તારવાદી વલણથી અનેક પડોશી દેશો પરેશાન છે. થોડા દિવસો પહેલાં ચીને ચાલાકીથી આપણી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ ચીન...
પ્રકૃતિ જયારે અરાજકતાએ ચઢે છે ત્યારે જાન-માલ લઇ પણ લે છે. આમ છતાં પ્રકૃતિનો મૂળભૂત સ્વભાવ અવિરતપણે આપતા રહેવાનો છે. પ્રકૃતિ તરફથી...
MUMBAI, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં તેજીનો દોર ચાલુ છે. સેન્સેક્સ (SENSEX)79 અંક વધીને 48,517.49 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સ(INDEX)માં ઓએનજીસીના...
જાન્યુઆરી માસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈની સ્મરણગાથા લઈને આવે છે. મહાદેવભાઈ દેસાઈ જીવનભર બાપુનો પડછાયો થઈને રહ્યા હતા. ભાગ્ય પણ...
ફેસબુક(FACEBOOK)ની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે(WHATSAPP) તેની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે અને તેની સૂચના મંગળવાર સાંજથી ધીમે ધીમે ભારતમાં...
આપણે ત્યાં કોઇકનું અવસાન થાય તો શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં એમ જ કહેવામાં આવે દેશને, રાજ્યને, જ્ઞાતિને કે કુટુંબને એમના જવાથી કદી પુરાય નહીં...
પ્રેમની પતંગની ઉડાન નફરતની પેચ કાપવી, જેટલો લાંબો સંબંધ વધારવો હોય તો દિલથી નભાવવો જોઇએ. જેમના સ્વભાવમાં પ્રેમ નથી, લાગણી નથી તેના...
એક યુવાન કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો .નામ પ્રણવ …..ઘણો હોશિયાર હતો ….ભણતા ભણતા ઘણા કામ કરે …પ્રયોગો કરે ..પૈસા કમાવાની...
ભારતે હમણાં જ કોરોના વાયરસ આપતી એ રસીઓના તાકીદના ઉપયોગને અધિકૃતતા આપી છે. તેમાંની એક છે ‘કોવીશીલ્ડ’ અને બીજી છે ‘કોવાકસીન’.‘કોવીશીલ્ડ’ રસી...
જયાં સુધી મારો વ્યકિતગત સવાલ છે ત્યાં સુધી મને કયારેય કલાસરૂમનું શિક્ષણ આનંદ આપી શકયું નહીં. સ્કૂલમાં ભણતો ત્યારે મારી નજર કાયમ...
કોરોના વાયરસ(corona vaccine) રોગચાળા સામે લડી રહેલા વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલુ થઈ રહ્યું છે, જે ભારતમાં મકરસંક્રાંતિથી શરૂ થઈ શકે...
રવિવારે એક મહત્વની ઘટના બની. કોરોનાવાયરસ સામે દેશમાં રસીકરણ શરૂ કરવા માટે બે રસીઓને ભારતના ઔષધ નિયંત્રક ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ) દ્વારા...
સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ દ્વારા ગુજરાતમાંથી આશાસ્પદ ફાસ્ટ બોલર અને સ્પીનર્સ શોધવા માટે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો....
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓ વખતે કોઇ જાનહાની કે મોટા પાયે નુકશાન ના થાય તે માટે મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક હાથે...
સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીએમ રૂમના કર્મચારીઓ દ્વારા પરપ્રાંતિયો પાસે મૃતદેહ પેકિંગ કરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી...
સુરત: સુરતનો કાપડનો રીટેલ વેપાર રિટર્ન ગુડ્ઝ અને પેમેન્ટ ક્રાઇસીસની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. ગત દિવાળીની સિઝન પહેલાં સુરતના કાપડના વેપારીઓએ ઉત્તર...
ઓસ્ટ્રેલિયા સામે અહીં ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમમાં બે મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. એવું...
અદાણી વિલમેરે પોતાની ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ ઓઇલની એ તમામ જાહેરાત અટકાવી દીધી છે જેમાં ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ...
સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના સોનીફળિયા વિસ્તારમાંથી...
સહકારી સંસ્થાઓમાં ભાજપના નામે પેનલ ઉતારવાનું સુમુલ ડેરી પછી હવે સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભાજપને ભારે પડી રહ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ...
દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. નાના એલપીજી સિલિન્ડર પણ એડ્રેસ પ્રૂફ વિના...
નવા વર્ષના પહેલા મહિનામાં જ ધર્મા પ્રોડક્શન માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગયા વર્ષે સુશાંત રાજપૂતના મૃત્યુ બાદ કરણ જોહરને સોશિયલ...
સુરત: (Surat) સુરત શહેરમાં પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સર્જાતાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં...
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી કામ કરતા 250 જેટલા કામદારોનો પગાર 2 માસથી બાકી હોવાથી સિવિલ સર્જનને રજુઆત કરી છે. નવસારી...
ગાંધીનગર: રાજ્યમાં (State) મંગળવારે બીજા દિવસે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ...
રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (School) તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે....
નવી દિલ્હી (New Delhi): બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને (UK Prime Minister Boris Johnson) તેમની ભારત મુલાકાત રદ કરી છે. આ પ્રજાસત્તાક...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાએ દહેજની (Dowry) માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા...
બારડોલી: (Bardoli) બારડોલીની બારડોલી સત્યાગ્રહ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 રસીકરણ માટે મંગળવારના રોજ ડ્રાય રનનું (Dry Run) આયોજન કરવામાં...
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં સુરક્ષા એજન્સીઓનું સર્ચ ઓપરેશન પૂરું – શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે
વકફ બોર્ડને કોર્ટ ફીમાંથી છૂટ નહીં, ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
18 લાખ મતદારો મૃત્યુ પામ્યા
સત્તા સામે સત્યનો વિજય, કોંગ્રેસની પદયાત્રા
સ્વાયત સંસ્થાઓને ₹૨૮૦૦ કરોડના ચેકનું વિતરણ
વડોદરા કલેકટર ઓફિસમાં RDX મુક્યાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું
દિલ્હીમાં આજથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં, પ્રદૂષણ સામે કડક પગલાં લેવાયા
કાલોલના મોકળ ગામેથી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો
સંગમ ચાર રસ્તા નજીક બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટથી આગ
દાહોદમાં પાન પાર્લર અને ચાની દુકાનો પર પોલીસના દરોડા
વોશિંગ્ટન (Washington): અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેતા પહેલા ચીનને મોટો ફટકો માર્યો છે. તેમણે Alipay, WeChat Pay સહિતની ચાઇનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ પ્રતિબંધનું કારણ જણાવતા કહ્યું કે આ એપ્સ યૂઝર્સની જાણકારી ચીનની કમ્યુનિસ્ટ સરકારને પહોંચાડી શકે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા બાદથી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચીન વિરુદ્ધ અનેક પગલાં ભરી ચૂક્યા છે. આથી શક્ય છે કે 20 જાન્યુઆરી પહેલા આવા જ કેટલાક મોટા નિર્ણયો જોવા મળે.

વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે પ્રતિબંધ સંબંધિત કાર્યકારી આદેશ આગામી 45 દિવસમાં પ્રભાવી થઈ જશે. અહીં નોંધનીય વાત એ છે કે ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે કોઈ ચર્ચા ન કરી. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આદેશ અને તેના અમલીકરણ પર ટીમ બાઈડેન સાથે ચર્ચા કરાઈ નથી.
આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપની ByteDanceની સ્વામિત્વવાળી એપ ટિકટોક ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. તાજા પ્રતિબંધો અંગે પ્રશાસન તરફથી કહેવાયું છે કે Alipay, WeChat Pay સહિત કેટલીક અન્ય ચીની એપ્સને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી રહી હતી. જેનાથી વ્યાપક સ્તરે ડેટાના દૂરઉપયોગની આશંકા પેદા થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને આ સંબંધિત એપ્સ પર પ્રતિબંધ મૂકાયો છે.

અમેરિકાએ જે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં Alipay, CamScanner, QQ Wallet, SHAREit, Tencent QQ, VMate, WeChat Pay and WPS Office સામેલ છે. આ ઉપરાંત ટ્રમ્પે વાણિજ્ય સચિવને એ વાતની પણ સમીક્ષા કરવા માટે કહ્યું છે કે વધુ કઈ એપને પ્રતિબંધની સૂચિમાં સામેલ કરી શકાય છે. એટલે કે આવનારા દિવસોમાં ચીન વિરુદ્ધ વધુ એક અમેરિકી સ્ટ્રાઈક જોવા મળી શકે છે.

ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહીમાં અમેરિકા સહિત અન્ય દેશો માટે ભારત પ્રેરણા બન્યું છે. લદાખ હિંસા બાદ મોદી સરકારે કડક પગલું ભરતા ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારબાદ અમેરિકામાં પણ આ પ્રકારના પ્રતિબંધની માગણી ઉઠી હતી. કેટલાક અમેરિકી સાંસદોએ ભારતના આ પ્રતિબંધોને બીરદાવ્યા હતાં અને કહ્યું હતું કે અમેરિકાએ પણ કડક નિર્ણયો લેવા જોઈએ. ભારતની કાર્યવાહી બાદ જ દુનિયાને સમજમાં આવ્યું કે ચીન પોતાની એપ્સ દ્વારા જાસૂસીને અંજામ આપે છે.