માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ...
ચીન સાથે લડાખમાંથી દળો પાછા ખેંચવા અંગે કેટલાક સપ્તાહો પહેલા લશ્કરી કમાન્ડર સ્તરની મંત્રણાઓ થઇ ત્યારે એવું લાગતું હતું કે હવે ચીન...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને...
નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ...
આણંદ : આંકલાવના હઠીપુરા પાસે શુક્રવારના રોજ વડોદરાના જીએસપીએલ કંપનીના ડ્રાઇવરની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે, આ હત્યા પાછળ તેમનો...
સોમવારે મેિડકલ કોલેજ ન્યુ ટિચિંગ બ્લોક ખાતે 18 થી 44 વર્ષની વયવાળા રસીકરણ્નો પ્રારંભ થયો હતો. તેમાં સવારથી લોકોએ રસી મુકાવવા માટે...
વડોદરા : વડોદરા શહેરના ભૂતડીઝાંપા વિસ્તાર માં આવેલા વડોદરા મહાનગરપાલિકા ના વ્હીકલપુલ શાખાની મુખ્ય કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા બે રીક્ષા એક થ્રી...
વડોદરા: વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ...
વડોદરા: 20 વર્ષ થી શિક્ષણ સાથે સંકળાયેલા રાધિકા સોની વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકાના બોરિયાદ ગામે પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા શિક્ષક છે. પ્રજ્ઞા...
સમગ્ર દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે તેમાં પણ સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે હવે મ્યુકરમાઈકોસિસની સારવાર...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે હવે તેની સારવાર માટે ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઈન્જેકશનની અછત વર્તાઈ રહી છે. ડાયાબીટીસની સાથે...
નવી દિલ્હી, મદુરાઇ : મદુરાઇ (Madurai)માં સ્પાઇસજેટ એરલાઇન (spice jet airlines)નું એક વિમાન (flight) એક લગ્નની પાર્ટી (marriage function) માટે ભાડે રાખવામાં...
રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 3,187 કેસ નોંધાયા હતા ને 45 દર્દીના મોત થયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9621 થયો...
વૉશિંગ્ટન: દુનિયાભરમાં રોગચાળો (PANDEMIC) સર્જનાર કોરોનાવાયરસ (CORONA VIRUS) કુદરતી રીતે સર્જાયો છે કે ચીનની લેબોરેટરી (CHINA LABORATORY)માંથી લીક થયો છે તે વિશે...
સુરત: શહેરના પાલનપુર પાટીયા ખાતે રહેતા ટ્રાવેલ્સ સંચાલકે બેંક પાસેથી હરાજીમાં લક્ઝરી બસ ખરીદી હતી. આ બસ વાયરિંગ કરવા મુકી ત્યારબાદ ચોરી...
સુરત: કોરોના વાઇરસ (corona virus)ની જેમ હવે સતત શિક્ષણને લગતાં રાજ્ય સરકાર (state govt)ના નિર્ણયો પણ સમજની બહાર (out of understanding) છે....
નવી દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે લાડો સરાય અને ગુરુગ્રામ પર એક સાથે દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસની વિશેષ સેલ ટીમોએ તપાસના સંદર્ભમાં...
સુરત: (Surat) ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં ધોરણ-11ની સમસ્યા સર્જાઈ છે....
ગાંધીનગર: (Gandhinagar) ૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન (Vaccine) આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી...
નવી દિલ્હી : બે વારના ઓલિમ્પિક્સ મેડલ જીતનાર (OLYMPIC MEDAL WINNER) ઇન્ટરનેશનલ રેસલર સુશીલ કુમાર (SUSHIL KUMAR) છેલ્લા 18 દિવસથી માત્ર દિલ્હી...
સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારામાં 45 દિવસનાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ ગત બે દિવસથી અનલોક થતાં ધીમે ધીમે પ્રવાસીઓનો (Tourists) પગરવ ધબકતો થયો છે....
નવી દિલ્હી : કોરોના રોગચાળા (CORONA EPIDEMIC) સામે ચાલી રહેલા સંઘર્ષમાં દેશના આરોગ્યના પાયારૂપ માળખાને મજબૂત કરવા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ...
બીજી લહેરમાં કોરોના (corona second wave)થી દેશમાં થયેલી પાયમાલી વચ્ચે ત્રીજી લહેર (third wave)માં બાળકોને વધુ અસર (effect on children)ને લઇ અનેક...
નવી દિલ્હી: આરટીપીસીઆર (RTPCR) કે રેપિડ ટેસ્ટ કોરોના છે કે નહીં તે જાણવા માટે ખૂબજ જરૂરી છે ત્યારે હવે શું આ ટેસ્ટ...
જીવન જરૂરીયાતની મોટા ભાગની વસ્તુઓમાં મોંઘવારીએ દેશમાં માઝા મુકેલ છે એમાય આજે કોરોના દરદીઓ માટે ઉપકારક રેમડેસીવર ઇંજેકશનની તંગી, તબીબી સારવાર મોંઘી...
કોરોનાની પહેલી લહેર અને પછી બીજી લહેરનો કહેર તથા ત્રીજી લહેરની આગાહી ,તેમાં વળી અતિ તાકાતથી ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સર્જેલો વિનાશ, ઈઝરાઈલ...
આઝાદ ભારતમાં ઠગ-ઘુતારાઓએ સ્વતંત્રતાની પરિભાષા બદલી છે-એ સ્પષ્ટ થયું છે, કેમકે ઠગોએ મિલાવટ માટેની સ્વતંત્રતા મેળવી લીધી છે. પ્રશ્ન એ છે કે...
સુરત: (Surat) ‘તાઉ-તે’ વાવાઝોડાએ (Cyclone) મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન (Damage) ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી...
કોરોનાની રસી લીધા પછી ભારતના વિવિધ ભાગોમાંથી લોહીમાં ગાંઠો થવાના હેવાલો આવી રહ્યા છે ત્યારે નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની લ્યુક મોન્ટેગ્નિયરે...
કાઠમંડુ : વિશ્વભર (માં પોતાનો આતંક મચાવનારા કોરોના વાયરસે હવે વિશ્વના સૌથી ઉંચા શિખર એવરેસ્ટ પર પણ પગદંડો જમાવ્યો છે. પર્વતારોહણ સાથે...
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
માર્ચ ૨૦૨૦ માં કોરોનાના કારણે ભારતમાં લોકડાઉન આવ્યું. પણ વર્ષ ૨૦૧૯ માં તો શિક્ષણ ચાલ્યુ હતું. વિદ્યાર્થીઓ ભણ્યા હતા. અને તેમને મેરીટ બેઝ પ્રમોશન અપાયું. હવે ૨૦૨૦ માં તો શિક્ષણ જ થયું નહીં માટે માસ પ્રમોશન કે જે મેરીટ બેજ પ્રમોશનના નામે ચલાવવું પડે તેવી હાલત આવ્યું. આપણે ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં માસ પ્રમોશન અપાયુ તેની વ્યાપક ચર્ચાઓ – લેખો કર્યા પણ આ છેલ્લા બે વર્ષમાં બાકીના તમામ વર્ગોમાં તો માસ પ્રમોશન જ અપાયા છે. વગર શિક્ષણે આગળ જવાની આ બાબતને ‘ધકેલ પંચા દોઢસો’ કહેવામાં આવે છે.
આમ તો સરકારનું શિક્ષણખાતુ નાના ધોરણથી કોલેજ સુધીના તમામ વર્ગોમાં મેરીટબેઝ પ્રમોશનના વિગતવાર નિયમો બનાવે છે. પણ મોટા પ્રમાણમાં ખૂલી ગયેલી ખાનગી શાળા અને કોલેજોમાં ‘ફી ભરો અને પાસ થાવ’નો એક લીટીનો કાર્યક્રમ ચાલે છે અને કોરોના ન હોય તો પણ આ ખાનગી શિક્ષણની દુકાનોમાં ફી ભરનાર કોઇ નપાસ થતું નથી. એટલે આપણી આવનારી પેઢીના શિક્ષણ અને કેળવણીની ચિંતા કરનારા સૌએ આ વર્ષના માસ પ્રમોશનની ચિંતા કરવાના બદલે વગર ભણ્યે આગળ ધકેલવાના આ કાયમી કાર્યક્રમની ચિંતા કરવાની છે.

શિક્ષણ જગતના વાસ્તવિક અનુભવમાં અનેકવાર એવું જોયું છે જયાં વિદ્યાર્થીના માતા-પિતા સામેથી જ કહેતા હોય છે કે ‘સાહેબ! બાબાએ કાચુ પાતળુ લખ્યું હોય તો પાસ કરી દેજો… અને સાથે સાથે શાળા – બોર્ડ કે કોલેજની પરીક્ષાના સત્તાવાળા પણ કહેતા સાંભર્ળ્યા છે કે ‘છોકરાએ લખ્યું હોય તો માકર્સ આપજો….. પાર્સીંગમાં તો પહોંચાડજો જ! કયાંયથી એવું સાંભળવા નથી મળ્યું કે સાહેબ મારો બાબો ભલે આ વર્ષે પાંચમામાં રહે પણ એને બે વાકયો સીધા લખતો ન થાય ત્યાં સુધી પાસ ન કરશો. એને નવ નો ઘડીયો જ નથી આવડતો તો આગળ જઇને શું કરશે?
હાલ ચારે બાજુ આરોગ્યની કટોકટી છે. આપણને ભૌતિક અને જોઇ – અનુભવી શકાય તેવી સમસ્યાઓ દેખાય છે. પણ શિક્ષણમાં જે કેળવણીનો વિનિપાત થયો છે તે દેખાતો નથી. સરકાર, શાળા સંચાલકો તો જવાબદાર છે જ પણ વાલી તરીકે આપણે પણ આપણાં બાળકને ભણાવવાની જવાબદારી લેવી પડશે. આ લેખમાળામાં આપણે અગાઉ પણ લખ્યું છે કે બીજું કાંઇ નહીં તો ભાષા, વિજ્ઞાન અને ગણિત આ ત્રણ પાયાની બાબતો છે જે બાળકને ઘરે જ ભણાવી શકાય છે. ઘરના કોઇપણ ભણેલા વડીલ રોજ કલાક સાથે બેસીને બાળકને ભણાવે! પોળ – સોસાયટીના હોંશિયાર યુવાનો પોતાના પોળ – સોસાયટીના બાળકોને ગણિત – વિજ્ઞાન પાકુ કરાવે. જેમ આપણે મેડીકલમાં ફળો વહેંચીએ છીએ, ટીફીન પહોંચાડીએ છીએ. તેવી જ રીતે ટીમ બનાવી આપણી નજીકના બાળકોને ભણાવીએ. તો જ આવનારી પેઢીનો પાયો પાકો થશે. પરીક્ષા અને પરિણામ બહુ અગત્યના નથી. જો શિક્ષણની જ સદંતર ઊપેક્ષા થાય.

યાદ રહે આદર્શની ગમે તેટલી વાતો કરીએ પણ ખાનગી શાળા કોલેજો નફાના હેતુ માટે ખૂલી છે. એમનું પ્રથમ લક્ષ્ય ફી છે. જો આપણે શિક્ષણ કે કેળવણી મેળવ્યા વગર જ માત્ર ફી ભરીને પાસનું પ્રમાણપત્ર મેળવવા માંગીએ તો એ લોકો તો આપશે જ! એમને શું વાંધો હોય! કોઇ દુકાનદારને તમે એમ કહો કે ભાઇ તુ મને તેલ, ગોળ – ઘી – ખાંડ – સાબુ ખરીદયાનું બીલ આપ, હું તને પૈસા આપું. અને માલ નહિં આપે તો ચાલશે! તો દુકાનદારને શું વાંધો હોય! માટે સમજો – માત્ર બીલ ન માંગો… માલ પણ મેળવો… બાળકના શિક્ષણની ચિંતા કરો. એ સ્કુલમાં ન જાય તો પણ ભણી જ શકે એ વિકલ્પ વિચારો. ઘરે જ નાની – નાની પ્રવૃત્તિઓ, તેમાં રહેલું વિજ્ઞાન, તર્ક સમજાવો. રમત – ચિત્ર – સિવણકામ જેવી પ્રવૃત્તિ માથે રહીને કરાવો. શિક્ષણ હોય કે મનોરંજન કે રમત – ગમત બધું જ મોબાઇલને આધીન ન બનાવો!