SURAT

સુરતમાં ત્રીજી લહેર તો શરૂ થઈ નથી ગઈ તેવી આશંકા: દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ

સુરત: શહેરમાં છેલ્લા પખવાડિયાથી વાયરલ ઇન્ફેક્શન (Viral infection) અને શંકાસ્પદ કોરોના (corona)ના લક્ષણો ધરાવતા કેસોની સંખ્યા વધી ગઈ છે. નવી સિવિલ હોસ્પિ. (Civil hospital)ની ઓપીડી (OPD)માં આવતા દર્દીઓ (Patients)ની સંખ્યા પણ છેલ્લા 24 જ કલાકમાં બમણી થઈ ગઈ છે. આ જોતાં ક્યાંક સુરતમાં કોરોનાની ત્રીજી લહેર (Third wave)તો શરૂ થઈ નથી ગઈ ને તેવી આશંકાઓ ઉઠી રહી છે.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં છેલ્લા પખવાડિયાથી સામાન્ય રીતે ઓપીડીમાં વધારો થયો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી શંકાસ્પદ કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વખતે તંત્ર કોઈપણ રીતે ઢીલાશ રાખવા માંગતા નથી. જેને કારણે તપાસ કરીને શંકાસ્પદ કેસને તાત્કાલિક શોધી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં ચોમાસા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે. ત્યાં બીજી તરફ કોરોના અને સ્વાઈનફ્લૂના કેસમાં પણ લક્ષણો એક સરખા હોવાથી લોકો મુંઝવણમાં મુકાયા છે. અને નવી સિવિલની કોવિડ ઓપીડીમાં લાઈનો લવાગી રહ્યા છે. મોટા ભાગના કેસ વાયરલના છે પણ તેની સાથે શંકાસ્પદ કેસમાં પણ વધારો થયો છે.

જે રીતે નવી સિવિલ હોસ્પિ.માં શંકાસ્પદ લક્ષણો સાથેના દર્દીઓ આવી રહ્યાં છે તેણે ચેતવણી આપવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં જોકે, તબીબોના મતે જે દર્દીઓ આવી રહ્યાં છે તેમાં મોટાભાગના વાઈરલ ઈન્ફેકશનના કેસ જ છે પરંતુ સાથે સાથે તકેદારી જરૂરી બની છે. આખા વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. સુરતમાં પણ આજે કોરોનાના કેસ વધ્યા છે. હજુ સુરતમાં કોરોનાના કેસ ડબલ ડિજિટ પર પહોંચ્યા નથી પરંતુ જ્યાં 5 કેસ આવતાં હતાં ત્યાં આજે 8 કેસ કોરોનાના આવ્યા છે. જેથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

આવતા અઠવાડિયે સ્થિતિ વધારે સ્પષ્ટ થશે

નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે, વાયરલ અને કોરોનાના લક્ષણો એક સરખા છે. આ લક્ષણોને ઓળખવા સામાન્ય લોકો માટે મુશ્કેલ છે. શંકાસ્પદ કેસ વધે છે કે કેમ તે અંગે આવતા અઠવાડિયામાં ચિત્ર વધારે સ્પષ્ટ થશે.

છેલ્લા ત્રણ દિવસમાં ઓપીડીમાં નોંધાયેલા કેસ
તારીખ ઓપીડી શંકાસ્પદ દાખલ

22 16 01
23 37 01
24 63 07

Most Popular

To Top