Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશન નગરમાં ગઈકાલે રાત્રે કર્ફયુના સમયે અંગત અદાવત રાખી બે જૂથો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જેમાં મહિલાઓએ પણ ભેગા થઇ પથ્થરમારો કર્યો હતો બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે 10 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તુલસીવાડી ખાતે  રોશન નગરમાં  મોડી રાત્રે  અગાઉના ઝઘડાની અદાવત સાથે એક જ કોમના બે લોકો વચ્ચે રકઝક થતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી આ દરમિયાન બંને પક્ષોની મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો હતો કારેલીબાગ પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધી 10 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે પથ્થરમારો થતા પોલીસના ધાડેધાડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસ પહોંચતા નાસભાગ મચી ગઈ હતી.

To Top