Charchapatra

મંગળ મસ્તી સાથે ભગવતીકુમાર શર્માની સ્મૃતિ

ગુજરાતમિત્ર ફકત સમાચારની જ પૂર્તિ નથી. 31મી મે એટલે ગુ.મિત્રના પ્રિય લેખક ભગવતીકુમાર શમરાની જન્મ તારીખ. કાકા ખૂબ લખતા, દરેક વિષયો પર એમની કથોટી એમના ‘અક્ષાંશ રેખાંશ’, ‘એ તમે જાણો’, ‘ક્રિકેટના રંગરાગ, ફિલ્મી જુના નવા લેખના ધની. કોઇકવાર ગઝલયાનમાંથી કોઇ ગઝલ આવી જાય. ઉર્ધ્વમૂલની નવલકથામાંથી પંદરમા અધ્યાયની શ્રીકૃષ્ણને યાદ કરીને લખાતી ગુ.મિત્રમાં નાનકડી રચના. આવા તો ઘણા લેખો વર્ષો સુધી કાકા આપતા રહયા. પ્રતિભાવો સન્નારીમાન છપાતા તેમાં પણ એમનું યોગદાન. સાહિત્ય જગતનું કંઇ પણ હોય કાકા સૌને ઘેર ઘેર વાંચન મળી રહે તેવું જ લખતા.

સન્નારીમાં કવિતાઓ આવતી તે પણ પસંદગી એમની રહેતી. અનેક કાવ્ય રસિકોના કાવ્યો એમને પૂર્તિમાં આપેલા. આનંદની અવધિ થતી. આજે કોરોનાની મહામારી ચાલી રહી છે. વિશ્વભરમાં એનો અજંપો છે. જયારે સ્વજનો ગુમાવવાની ઘડી આવે ત્યરે શું દશા થાય?!! આવું અત્યારે વધુ પ્રમાણમાં ચાલી રહયું છે. ગુ.મિત્રમાં મંગલમસ્તીમાન રમેશભાઇએ (ચાંપાનેરી) સુંદર રસરંજન કરાવ્યું. બુધ્ધિ ચાતુર્ય સાથે વિવેકભાન પણ ખરુન. આમ તો દિલ શરીરનો સર્વેસર્વા. પણ જબ ફેફડાં હી તૂટ ગયા…! તો…?!! આજે ફેફસામાં કફ ભરાઇ જઇને રોગીને વધુ ગંભીર બનાવી રહયો છે. જેથી શ્વાસ લેવામાં તકલીફ થઇ પડે છે.

વળી ઓકિસજન પણ ફેફસામાં સરળતાથી પ્રવેશી ન શકે. દર્દી ખરેખર આપદામાં મૂકાઇ જાય છે. રમેશભાઇએ દિલ અને ફેફસાનો સંબંધ હાસ્યરૂપમાં રજુ કરી તેમાંથી વાસ્તવિકતાનો દાખલો આપ્યો છે. એમણે કહયું છે કે ફેફસુન હોય કે હૃદય સાક્ષાત તો જોયા નથી પણ પણ જેવું પાસરલ ઉપરથી આવેલું તેવું જ અકબંધ છે. મતલબ કુદરતના સર્જન પર શંકા નથી. ફેફડાં હે કિ માનતા નહિ જેઆજની તારીખે લાગુ પડે છે. આવા કોવિડના દુખી નિરાશાભર્યા સમાચારોમાન રણમાં વીરડી સમાન છે. દિલમાં હાસ્ય અને આનંદની અવધિ આપી જાય છે. અભિનંદન રમેશભાઇ ચાંપાનેરીને.
સુરત- જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top