National

રામદેવજીનો આયુર્વેદ પ્રેમ

બાબા રામદેવજી દેશના સન્માનનીય યોગ ગુરુ છે. પતંજલિની આયુર્વેદિક દવાઓનું નિર્માણ અને વેપાર દ્વારા કરોડોની કમાણી કરી છે. હમણાં કોરોનિલના વેચાણ દ્વારા પોતે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ત્રણ ચાર માસમાં કરોડોનો વેપલો કરી બાબાએ નિવેદન દ્વારા આયુર્વેદમાં શ્રધ્ધા રાખો અને એલોપથિ ઉપચાર ન કરવા વણમાગી સલાહ આપી. વિરોધોના ઘેરામાં આવી ગયા. વિરોધોથી બચવા બાબાએ ચાલાકીથી માફી માગી પરંતુ લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી. આયુર્વેદના પ્રચારમાં એલોપથિને અન્યાય કર્યો છે. બધી જ ચિકિત્સા પધ્ધતિઓ પોતાની રીતે સારી જ કહેવાય. લોકોને જે પધ્ધતિ ફાયદો કરે તે અપનાવે (તેમાં સરખામણી ન જ કરાય) જો કે આયુર્વેદ ભારતની પધ્ધતિ છે. ઘણી જૂની છે. લાંબા ગાળાએ ફાયદો થાય છે તે હકીકત છે. પરંતુ અત્યારના કોરોના કાળમાં એલોપથિ છોડીને મોત ન આપી શકાય.
અમદાવાદ – અરુણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top